Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના પોલિસ ASI ની PSI તરીકે બઢતી થતાં ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતા હેઠળ વિદાય સમારંભ યોજાયો

પંકજ પંડિત

ઝાલોદ નગરના ASI રેખાબેન માનસિંગભાઈ નીસરતા જેઓ જવેસી ( ફતેપુરા ) ના રહેવાસી છે તેઓનો જન્મ 06-05-1988 ના રોજ થયો હતો. 2016 મા ગાંધીનગર જિલ્લામાં ભરતી થતાં તેઓએ પોસ્ટીંગ મેળવેલ હતી. ટ્રેનીંગ બાદ તેઓને પ્રથમ પોસ્ટીંગ થતાં તેઓએ પંચમહાલ જિલ્લાના એ ડીવીઝનમા શહેરા, હાલોલ, કાલોલ ખાતે ફરજ નિભાવેલ હતી. 2019 માં દાહોદ જિલ્લામાં બદલી થતાં લીમડી ,ચાકલીયા, પીપલોદ અને ઝાલોદ પોલિસ સ્ટેશનમા પોતાની ફરજ નિભાવેલ હતી. ત્યારબાદ ઝાલોદ પોલીસ સ્ટેશન થી તેઓની બઢતી પી.એસ.આઈ તરીકે થતાં તેઓની બદલી અરવલ્લી મુકામે કરવામાં આવેલ છે.
ઝાલોદ પોલીસ સ્ટેશનના બોલકણા અને પોતાની બોલી અને કામગીરી થી સહુનુ દિલ જીતનાર રેખાબેનની બદલી થતાં નગરના સ્થાનિકો અને પોલિસ સ્ટાફ દ્વારા તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ઝાલોદ ડીવીઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, પી.આઈ રાઠવા, પી.એસ.આઈ સીસોદીયા તેમજ પોલિસ સ્ટાફ દ્વારા રેખાબેનનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ઢોલ કુંડીના તાલે વાજતે ગાજતે તેઓને વિદાય આપવામાં આવી હતી. તેમજ વિશેષમાં ડી.વાય.એસ.પી પટેલ દ્વારા નોકરી ફરજ દરમ્યાન આવનાર પડકારો તેમજ કામગીરીને ખૂબ સરસ રીતે નિભાવી વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપી હતી.

Share

Related posts

બારડોલીના ગાયનેકોલોજિસ્ટ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા , પત્નીએ નોંધાવી ફરિયાદ

gujaratjanekta

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની સંવેદનશીલતા

gujaratjanekta

ગુજરાત ચૂંટણીની તૈયારી માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ગૃહમંત્રી, ભાજપના અધિકારીઓએ તમામ કાર્યક્રમો રદ કર્યાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial