Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ રામનવમીના ઉત્સવને લઈ હાઈ એલર્ટ : ડ્રોન કેમેરા દ્વારા નગરની અગાસીઓ પર નિરીક્ષણ કર્યું

પંકજ પંડિત

રામનવમીના ઉત્સવને લઈ ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ પી.આઈ રાઠવાની અધ્યક્ષતા હેઠળ પોલિસ સ્ટાફ સાથે રાખી નગરના રૂટ પર આજે ફરી ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. ઝાલોદ પોલિસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં આજે ડ્રોન ઉડાવી અગાસીઓ પર બારીકાઈ થી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ કોઈ અગાસી પર જો કોઈ વસ્તુ કે કોઈ પણ જાતનો સામાન પડ્યો હોત તો તેના ફોટા ખેંચી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઝાલોદ પોલિસ રામનવમી નિમિતે નિકળનાર રામયાત્રા શાંતિ પૂર્વક નીકળે તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધેલ છે. તેમજ નગરમાં રામયાત્રા દરમિયાન ડ્રોન કેમેરા, બોડી કેમેરા અને વિડિયો શૂટિંગ ઉપયોગ કરવામાં આવનાર છે જેથી કોઈ પણ વ્યક્તિ કાયદો વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કરે તો તેને તુરંત ઝડપી પાડવામાં આવે આમ ઝાલોદ પોલિસ હાલ રામયાત્રાને લઈ હાઈ એલર્ટ જોવા મળી રહેલ છે.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજાં હેઠળ પડતર પ્રશ્નો પૂરા કરવા રજૂઆત કરાઈ

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં મનરેગાના કરાર આધારિત કર્મચારીઓએ DRDA ને કેમ આપ્યું આવેદન પત્ર ? – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રા નીકળતા રૂટ ઉપર ફ્લેગ માર્ચ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial