Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ ખોડીયાર માતા મંદિર ખાતે નવરાત્રિ પાવન પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા

પંકજ પંડિત

ધ્વજા આરોહણ, અખંડ દિપ પ્રાગટ્ય, મહાઆરતી ,રાસ ગરબાનુ આયોજન કરાયું30-03-2025 ચૈત્ર સુદ એકમ એટલે નવરાત્રિ પ્રારંભ. આજના પાવન પર્વ નિમિતે ખોડિયાર માતા મંદિરે ભાવિક ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટી પડેલ હતા. આજે વહેલી સવારથી જ માતાના મંદિરે ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળતો હતો.
ખોડીયાર માતા મંદિર સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સવારે 8 કલાકે ધ્વજા આરોહણ કરવામાં આવી હતી ત્યારબાદ નવરાત્રિ પર્વ નિમિતે અખંડ દિપ પ્રાગટ્ય, મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ ઢોલ નગારા સાથે મંદિરના પ્રાંગણમાં નવરાત્રીના પાવન અવસરે રાસ ગરબાની રમઝટ પર ભાવિક ભક્તો ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન સવારે 8:30 કલાકે અને સાંજે 7:15 આરતી કરવામાં આવનાર છે. તેમજ 5-04-2025 શનિવારના રોજ અષ્ટમી નિમિતે સવારે 11 વાગ્યાથી હવન પૂજા તેમજ સાંજે 6 કલાકે હવનની પૂર્ણાહુતિ થનાર છે. આજના દિવસે આવનાર ભક્તો દ્વારા બોલ મારી અંબે જય જય અંબેના જયકાર સાથે મંદિર પ્રાંગણ ભાવિક ભક્તોના નાદ થી ગુંજી ઉઠયું હતું.

Share

Related posts

લીમડી પોલીસે 1,00,800 ના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો : બે આરોપી વોન્ટેડ

gujaratjanekta

માનગઢ ખાતે સામાજીક વનીકરણના સહકારથી ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના નવીન પ્રવેશદ્વાર અને પ્રદર્શન હોલનું મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ

gujaratjanekta

લેખિકા પ્રાચી વોરાનું “ભગવદ્ ગીતા અને યુવાનો” નામના પુસ્તકનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા ના હસ્તે વિમોચન – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial