Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નગરમાં આર.એસ.એસ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી સાથે નગરમાં પથ સંચલન કરવામાં આવ્યુંનગરજનો એ પુષ્પવર્ષા થી અભિવાદન કર્યું

પંકજ પંડિત

હિન્દુ કેલેંડર અનુસાર નવ વર્ષ એટલે કે વર્ષ પ્રતિપદા ઉત્સવ. ભારતીય નવ વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમના દિવસે થાય છે. આજના દિવસે જ સૃષ્ટીની રચના, રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક થયો હતો. ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા વિક્રમ સંવત 2032 નું સ્વાગત સાથે નવરાત્રિ પ્રારંભ પણ આજ થી જ થાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ચૈત્ર શુક્લ એકમના દિવસે વર્ષ પ્રતિપદાને નવા વર્ષ તરીકે ઉજવે છે. દરેક હિન્દુ પોતાના નવા વર્ષને ઓળખે અને પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિને ન ભૂલે તે માટે 30-03-2025 રવિવારના રોજ સવારે 10 કલાકે સહુ આર.એસ.એસના કાર્યકર્તાઓ સંઘના ગણવેશ પહેરી બી.એમ.હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહેલ હતા. ત્યાં પ્રાર્થના કરી સંઘના સહુ કાર્યકર્તાઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પથ સંચલન રૂપે નગરમાં સીસ્તબદ્ધ રીતે નગરમાં ભ્રમણ કર્યું હતું. આ પથ સંચલન નગરના બી.એમ.હાઈસ્કૂલ થી બસ સ્ટેશન, આંબેડકર ચોક ,ખાંટવાડા ,ગીતામંદિર, સ્વર્ણિમ સર્કલ, કોળીવાડા,મીઠાચોક, શહિદ રાજેશ ચોક ,ભરત ટાવર થઈ બી.એમ.હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થયેલ હતું. છેલ્લે સહુ સંઘના કાર્યકર્તાઓને વર્ષ પ્રતિપદા ઉત્સવ વિશે માહિતી આપવામાં આવી હતી.

Share

Related posts

પાટડીયા ગામે કુવામાં લગાવેલી 2 મોટરોની ચોરી થઈ,સુખસર પોલીસમાં લેખિત જાણ કરાઈ.

gujaratjanekta

વિકાસ સપ્તાહની ક્વિઝ સ્પર્ધામાં માંડવીનો યુવાન રાજ્યમાં પ્રથમ- જાણો વધુ

gujaratjanekta

મહીસાગર DRDA ભ્રસ્ટાચારનું સેન્ટર / પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કર્મચારીઓએ એજન્ટો રાખી રૂપિયા ઉધરાવ્યા : સરપંચ!! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial