Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસરમાં પરિણીત મહિલાની છેડતી કરતા આરોપી સામે ગુનો દાખલ કરાયો મહિલા શુક્રવાર રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પંચાલ ફળીયા ખાતે જમવા જતા સમયે છેડતી નો ભોગ બની હોવાનો આક્ષેપ કરાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના સુખસરમાં શુક્રવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં મહિલા ઘરેથી જમણવારમાં જમવા માટે નીકળી હતી.તેવા સમયે બુલેટ ગાડી લઈને આવેલા વ્યક્તિએ મહિલાને રસ્તામાં આંતરિક બુલેટ ગાડી ઉપર બેસી જા તેમ જણાવી હાથ પકડી છેડતી કરતા મહિલાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી વિરૂધ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં શુક્રવાર સાંજના આઠ વાગ્યાના અરસામાં એક મહિલા જમણવારમાં જવા ઘરેથી નીકળી પંચાલ ફળિયા ખાતે જઈ રહી હતી.તેવા સમયે સુખસરના પંચાલ ફળિયા ખાતે રહેતા તેજસભાઈ ઉર્ફે લાલો પ્રવીણભાઈ પંચાલ નાઓ બુલેટ લઈને આવ્યો હતો.જ્યારે મહિલા પાસે આવી તેના કબજાની બુલેટ ગાડીને ઉભી રાખી ફરિયાદી બેનનો હાથ પકડી માલ મારા સાથે બેસી જા તેમ કહેતા ફરિયાદી બેને કહેલ કે,તારી બુલેટ ઉપર કેમ બેસુ તેમ કહેતા આરોપીએ ફરિયાદી બેનને મા-બેન સમાણી બિભીત્સ ગાળો આપી જતો રહેલ.ત્યારબાદ છેડતીનો ભોગ બનેલી મહિલાએ આ વાત ઘરે જઈ તેના પતિને જણાવેલ.જેથી ફરિયાદી બેન ના પતિ તેજસભાઈ પંચાલને આવું કેમ કરો છો તેમ પૂછવા જતા તેજસ પંચાલ મહિલાના પતિને પથ્થર લઈ મારવા દોડી આવેલ.તેમજ ફરિયાદી બેને આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, તેજસ પંચાલ અવાર-નવાર લાંબા સમયથી ચેનચાળા કરતો આવેલ છે. તેવી ફરિયાદ આપતા કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે છેડતીનો ભોગ બનેલી મહિલાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તેજસભાઈ ઉર્ફે લાલો પ્રવીણભાઈ પંચાલ રહે.સુખસર,પંચાલ ફળિયા, તા.ફતેપુરા નાઓ ની વિરુદ્ધમાં છેડતી નો ગુનો દાખલ ફરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share

Related posts

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 17 એકરમાં બાળનગરી, 11 લાખથી વધુ ફૂલછોડનો ગ્લો ગાર્ડન, લાઈટ સાઉન્ડ શો બનાવાયો

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની કારોબારી બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ

gujaratjanekta

વૈકુંઠ ચાર રસ્તા પાસે લોકોની સુખાકારી માટે બની રહેલ હેલ્થ સેન્ટરમાં સરકારી ઈજનેરો ની બેદરકારી કે પછી અષ્ટમ… ભ્રષ્ટમ… સ્વાહા…!!? – જુઓ Video

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial