Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાની લીમડી પોલિસની પ્રસંશનીય કામગીરી : આંતર રાજ્ય ગેંગના ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા

પંકજ પંડિત

પંજાબ અને મધ્યપ્રદેશ રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઝડપાયાબે દેશી તમંચા અને કારતુસ સાથે ગુનેગારોને ઝડપી પાડયાઝાલોદ ઝોનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા આગામી તહેવારોને નજર રાખી દરેક વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ગુનેગારનેને ઝડપી પાડવા આદેશ આપેલ હતા. તે અન્વયે લીમડી પોલિસ મથકના પી.આઈ કે.કે.રાજપુત અને પી.એસ.આઇ એ.કે.કુવાડીયા તેમના પોલિસ સ્ટાફ સાથે ઝાલોદ તાલુકાના પાવડી ગામે વાહન ચેકિંગ કરી રહેલ હતા.થોડા દિવસ પહેલાં લીમડી વિસ્તાર માંથી ચોરી થયેલ બાઇક ચોરાઈ હતી તે બાઇક અજાણ્યા યુવાનો નંબર પ્લેટ કાઢી આવી રહેલ હોવાની પાકી બાતમી મળેલ હતી તે દરમિયાન એક શંકાસ્પદ જણાતી બાઇક આવતા તેને રોકી હતી આ બાઈક પર ત્રણ ઇસમો બેઠેલ હતા. પોલીસ દ્વારા આ ત્રણેય શંકાસ્પદ લાગતા ઇસમોને બાઇક પરથી નીચે ઉતારી તેમને ચેક કર્યા હતા ત્યારે લીમડી પોલિસ ને ચેક કરતા ચોંકી ગઈ હતી. આ ઇસમો પાસેથી બે દેશી હાથ બનાવટના તમંચા તેમજ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.લીમડી પોલિસ દ્વારા આ ત્રણેય આરોપીને ઝડપી પોલિસ સ્ટેશનમાં લઈ જઈ વધુ પુછતાછ આદરી હતી. પુછતાછ દરમિયાન આ ત્રણેય ઇસમો દ્વારા લીમખેડામા ઘરફોડ ચોરી તેમજ આંતર રાજ્ય પંજાબ અને મધ્યપ્રદેશની વિવિધ ચોરીયો કબૂલી હતી. લીમડી પોલિસને દેશી 2 દેશી તમંચા, બાઇકો,10 જીવતા કારતૂસ કબજે લીધેલ હતા આ તમામની અંદાજિત કિંમત 1,08,900 રૂપિયા છે.આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ મોહમ્મદ શાહરુન મલિક, નાસીર આરીફ સૈયદ, ફરમાન સલીમ અહેમદ શેખ જણાવ્યું હતું. જેઓ દાહોદ મુકામે રહેતા હતા પરંતુ આ ત્રણેય આરોપીઓ ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશના મૂળ રહેવાસી હતા. આ અંગે લીમડી પોલિસ દ્વારા વધુ સધન પુછપરછ કરતા પંજાબ અને ઉત્તરપ્રદેશની વિવિધ ચોરીઓ કબૂલ કરેલ હતી. પોલિસ દ્વારા આ અંગે વધુ પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બનતા ઝાલોદ પંચાલ સમાજ દ્વારા ફટાકડાની આતશબાજી કરી ભાજપના નિર્ણયને આવકાર્યો

gujaratjanekta

દાહોદ જિલ્લાના બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોના માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ‘સમર યોગ કૅમ્પ’નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

દેવગઢ બારિયાની શ્રીજી સ્કૂલના પટાંગણમાં ક્રિકેટ મેચ તેમજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial