Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાની કોટૅમા ચાલતા કેસના ઝડપી નિરાકરણ અર્થે લોક અદાલતનો કાયૅકૃમ યોજાયો

પંકજ પંડિત

લોક અદાલતનો મતલબ લોકોની અદાલત. આ અદાલતમાં કોર્ટમા ચાલતા કેસ બે પક્ષોની સહમતી થી સમાધાન કરાવવામાં આવે છે. આવી લોક અદાલત યોજાવવા થી સૌથી મોટો ફાયદો એ છે કે કોર્ટમા ચાલતા કેસોમા કોઈને સજા નથી થતી તેમજ બંને પક્ષો રાજી રહેવાથી તરત કેસનો નિકાલ થઈ જાય છે. લોક અદાલતની સહુ પ્રથમ શરૂઆત 14 માર્ચ 1982 ના રોજ કરવામાં આવી હતી. હવે આવી લોક અદાલત સમગ્ર ગુજરાતમાં દરેક કોર્ટોમા સમય મર્યાદામાં સમાવિષ્ટ થતી તારીખો મુજબ યોજાય છે. ઝાલોદ તાલુકાની કોટૅ મારફતે લોક અદાલતનો કાયૅકૃમ કોર્ટના રૂમમાં યોજવામા આવ્યો હતો. આ કાયૅકૃમને પ્રિન્સિપાલ સિનિયર જજ અને એડીશનલ ચિફ જયુડી.મેજીસ્ટેટ ઝાલોદ દ્વારા દિવો પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.લોક અદાલતમાં નિકાલ માટે આવેલ બે પક્ષોની સમજાવટ થી કોર્ટમા ચાલતા કેસના સમાધાન કરાવવામાં આવ્યા હતા. આ અદાલતમા બંને પક્ષોની સમજૂતી થી વકીલો સહીત અરજદારો અને ફરીયાદીઓને હાજર રહેલ હતા. ત્યારબાદ કોર્ટ દ્વારા બંને પક્ષોના વકીલો અને કેસ લડનારા વ્યક્તિઓને બંને પક્ષને રૂઢી અને પ્રથા મુજબની બંનને ગામોની પંચો મળીને બંનેને પક્ષોને સમજાવટ કરીને કેશોનો નિકાલ કરવામા આવ્યો હતો જેથી બને પક્ષકારોનો અને કોર્ટનો સમય બચે અને કોર્ટમાં કેસોનુ ભારણ ઘટે તેવા સુંદર આશય થી લોક અદાલત યોજવામાં આવી હતી.

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

નડિયાદના પિપળાતાની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ વ્યસનમુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Admin

ચોમાસા દરમ્યાન વાવાઝોડું અને વીજળી દરમ્યાન નાગરિકોએ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial