Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી એમ ડી દવે ની અધ્યક્ષતામાં યોજાયો

પંકજ પંડિત

અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ લાવતાં દાહોદ પ્રાંત અધિકારી એમ ડી દવેપ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યાઝાલોદ મામલતદાર કચેરી ખાતે દાહોદ પ્રાંત અધિકારી એમ ડી દવે ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ 1 ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો

દાહોદ પ્રાંત અધિકારી એમ ડી દવેએ ઝાલોદ ખાતેની મામલતદાર કચેરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 07 અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પણ દાહોદ પ્રાંત અધિકારી દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો. જેમાં અરજદારોએ માછણ નાળાં સિંચાઇ યોજનાનું પાણી ન મળવા બાબત, ઝાલોદ વિશ્વકર્મા મંદિરની પાછળ આવેલ મુવાડા ગામ અને ઝાલોદ નગરને જોડતો બ્રિજ ન બનાવવા બાબત, પીવાનું પાણી નળ કનેક્શન પુરું પાડવા બાબત, રસ્તો ખુલ્લો કરી આપવા બાબત, દાહોદ ડેપોથી ખોડવા ચાલતી બસો સુથારવાસા સુધી લંબાવવા બાબત, નગરપાલિકા કરેલ કામગીરીના બિલનાં નાણાં આપવા બાબત., જંગલમાં બિન અધિકૃત રીતે પ્રવેશ કરી ખેડાણ કરી કબજો જમાવેલ રોકવા બાબત, સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી

દાહોદ પ્રાંત અધિકારીએ અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા.

અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોના પ્રશ્નોનું અધિકારીઓએ સંતોષજનક નિરાકરણ કર્યું છે.આ વેળા એ ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ RFO , ના. કાર્ય ઇજનેર માછણ નાળાં અધિકારી, ઝાલોદ ડેપો મેનેજર ,નાયબ મામલતદાર તેજસ અમલીયાર, ઝાલોદ નગરપાલિકા અધિકારીઓ, રેવન્યુ તલાટીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગોવિંદ ગુરૂ – લીમડી તાલુકાના મીરાખેડી ખાતેથી ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાએ વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

gujaratjanekta

સંજેલી તાલુકાના હીરોલા ગામના વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ થતા સંજેલીનો ગૌરવ વધાર્યું..

Admin

દાહોદ જિલ્લા આર.ટી.ઓ , ટ્રાફિક વિભાગ , ઝાલોદ પોલિસ, એસ.ટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકીંગ સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial