Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ દ્વારા ખરવાણી ખાતે ભોંયરા માંથી વિદેશી દારૂ ઝડપી પાડયો 5,65,200 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

પંકજ પંડિત

આગામી સમયમાં હોળીનો તહેવાર નજીક આવી રહેલ છે તેમજ લગ્નસરાની સિઝન પણ આવી રહેલ છે તેથી બુટલેગરો યેનકેન પ્રમાણે ગેરકાયદેસર રીતે ગાંધીના ગુજરાતમાં દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરી તગડી કમાણી કરી લેવા માટે સજ્જ થયેલ છે. તહેવારોના ઉત્સવને લઈ ઝાલોદ તાલુકાની પોલિસ આવા બુટલેગરોને ડામવા સજ્જ થયેલ જોવા મળેલ છે. ઝાલોદ ઝોનના ડી.વાય.એસ.પી પટેલના સીધા માર્ગદર્શન હેઠળ લીમડી નગરના પી.આઈ રાજપૂત દ્વારા આવા ગેરકાયદેસર કાર્ય કરતા બુટલેગરો પર દેખરેખ અને વોચ રાખી પકડી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે અંતર્ગત લીમડી પોલિસ પટેલ ફળિયામાં ખરવાણી ગામે પેટ્રોલીંગમા હતા ત્યારે એક બાતમીના આધારે પાકા મકાનની બાજુમાં પતરા વાળા ઢાળીયા ભોંયરુ બનાવી તેમાં વિદેશી દારૂ સંતાડી રાખેલ હતો.ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂ ઝડપાતા પકડાયેલ બંને આરોપીની પૂછપરછ કરતાં તેઓ દ્વારા આ માલ ટુકડે ટુકડે હોળીની સિઝન માટે મંગાવેલ હોવાનું કબુલ્યું હતું.પોલિસ દ્વારા કુલ 144 પેટી વિદેશી દારૂ જેમાં 3008 નંગ બોટલ જેની અંદાજિત કિંમત 5,65,200 નો મુદ્દામાલ ઝડપી પાડી લીમડી પોલિસ દ્વારા કાયદેસર રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Share

Related posts

પંચશીલ એસ.આઈ. કૉલેજ ગોધરાની વિદ્યાર્થીની અમિતાબેન રાઠવાએ પંજાબમાં ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા ફિલ્મી ઢબે દારૂની ગાડીનો પીછો કરી વિદેશી દારૂ સાથે 8,49,800નો મુદ્દામાલ ઝડપી પાડયો

gujaratjanekta

પતિએ પત્નીને દરિયાના પાણીમાં શોધવા એક કરોડ ખર્ચ કર્યો : પત્નીનો ફોન આવ્યો કે મને શોધશો નહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial