Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમા ફોર્મ ચકાસણીના અંતે 162 માંથી 129 ઉમેદવારોના ફોર્મ માન્ય કરાયા33 ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે અમાન્ય કરવામાં આવ્યા

 

પંકજ પંડિત

આજરોજ 03-02-2025 સોમવારના રોજ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે 162 ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા ત્યારે ચૂંટણી ફોર્મની ફોર્મ ચકાસણી ઝાલોદ ચૂંટણી અધિકારી એ.કે.ભાટીયા દ્વારા 33 ઉમેદવારોના ફોર્મ અમાન્ય કર્યા હતા તેમજ 129 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.
નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 7 વોર્ડ માટે 28 ઉમેદવારો માટે 162 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું તેમાંથી વોર્ડ નંબર 1 માંથી 35 ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તેમાંથી 25 માન્ય અને 10 અમાન્ય, વોર્ડ નંબર 2 માં 27 ઉમેદવારો પૈકી 23 માન્ય 4 અમાન્ય, વોર્ડ નંબર 3 માં 23 ઉમેદવારો પૈકી 17 માન્ય 6 અમાન્ય, વોર્ડ નંબર 4 માં 20 ઉમેદવારો પૈકી 16 માન્ય 4 અમાન્ય, વોર્ડ નંબર 5 માં 19 ઉમેદવારો પૈકી 15 માન્ય 4 અમાન્ય, વોર્ડ નંબર 6 માં 31 ઉમેદવારો પૈકી 27 માન્ય 4 અમાન્ય, વોર્ડ નંબર 7 માં 7 ઉમેદવારો પૈકી 6 માન્ય અને 1 અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા. હવે તારીખ 04-02-2025 ના રોજ ઉમેદવારોને ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી કેટલા ઉમેદવારો ફોર્મ ખેંચે છે અને કેટલા ઉમેદવારો કોના સામે સામ સામે ટકરાશે તે જોવું રહ્યું.

Share

Related posts

લીમડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલ ઈસમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સો લુંટ કરી નાસી છુટયા

gujaratjanekta

ઝાલોદ વસંત મસાલા તેમજ રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવી

gujaratjanekta

સૂરત વિસ્તારના દિવ્યાંગજનો માટે મોબાઈલ કોર્ટનું આયોજન કરવા માં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial