Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા વસંતપંચમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી

પંકજ પંડિત

વસંતપંચમી નિમિત્તે ઝાલોદ નગરના રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાનનુ પંચામૃત સ્નાન તેમજ અભિષેક કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દિવસભર રાધા કૃષ્ણ મંદિર ખાતે ભજન કિર્તન તેમજ ડબગર સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.ઝાલોદ નગરનો ડબગર સમાજ વસંતપંચમી ઉત્સવ પ્રતિવર્ષ યોજવામાં ધામધૂમથી પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી ઉજવતા આવેલ છે. ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા સમાજની એકતા દર્શાવતા નગરમા ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગરના ડબગર વાસ થી આ શોભાયાત્રા ધાર્મિક ભજન, રાશ ગરબાની રમઝટ સાથે યોજાઈ હતી.આ શોભાયાત્રા ડબગરવાસ થી નીકળી સ્વર્ણિમ સર્કલ, ગીતા મંદિર, શહીદ રાજેશ ચોક ,ભરત ટાવર, બસ સ્ટેશન, આંબેડકર ચોક થઈ ડલગરવાસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. શોભાયાત્રાનું સ્વાગત વિવિધ માર્ગો પર દરેક વિસ્તારમાં ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતુંછેલ્લે રાધાકૃષ્ણન ભગવાનની આરતી પૂજા કરી અને આખા સમાજની મહા પ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા સમાજ ના દરેક લોકો એ ખૂબ આનંદ અને ઉત્સાહથી ભાગ લઇ આ ઉત્સવને સફળ બનાવ્યા હતો.

Share

Related posts

ઝાલોદ નગરમાં અચાનક વરસાદ પડતાં વ્યાપારી વર્ગની ગ્રાહકી ખોરવાઈકમોસમી વરસાદ થી પૃથ્વીનો તાત ( ખેડૂત) ચિંતિત પલટાતા હવામાનને લઈ બીમારીઓ વધે તેવી શકયતા

gujaratjanekta

રાજકોટમાં દિવાળીના તહેવાર ટાંણે જ ડેન્ગ્યે ભરડો લીધો. 10 કેસ નોંધાયા

gujaratjanekta

પ્રાકૃતિક ખેતી – દાહોદરાસાયણિક ખાતરને ખરીદવાની જરૂર નથી-જરૂર છે તો બસ થોડી મહેનત કરવાની’-ભારતસિંહ ખપેડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial