Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામે જમીન સંબંધી મામલે ૮ જેટલા ઈસમોએ ભારે ધિંગાણું મચાવતી એક વ્યક્તિના ઘર ઉપર પથ્થર મારો

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામે જમીન સંબંધી મામલે ૮ જેટલા ઈસમોએ ભારે ધિંગાણું મચાવતી એક વ્યક્તિના ઘર ઉપર પથ્થર મારો કરતાં કરતાં અને લાકડી વડે માર મારતાં બે મહિલાઓને શરીરે ઈજાઓ પહોંચાડી ઘરની આગળની મુકી રાખેલ ઘાસ સળગાવી દઈ નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે.

સકવાડા ગામે રહેતાં નરેશભાઈ જાેરજીભાઈ ગરાસીયા, મગનભાઈ દલાભાઈ ગરાસીયા, મુકેશભાઈ લવજીભાઈ ગરાસીયા, ઈશ્વરભાઈ લવજીભાઈ ગરાસીયા, બાબુભાઈ જાેગડાભાઈ ગરાસીયા, લાલસીંગભાઈ વેલજીભાઈ ગરાસીયા, છગનભાઈ દલાભાઈ ગરાસીયા અને શંકરભાઈ વેલજીભાઈ ગરાસીયાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે હાથમાં પથ્થરો અને લાકડીઓ લઈ પોતાના ગામમાં ગરાસીયા ફળિયામાં રહેતાં તેરસીંગભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન અમારી છે, તમો અહીંથી ઘર ખાલી કરીને જતાં રહો, અમારી જમીનમાંથી ડાંગર કેમ કાપી છે, ડાંગર કેમ વેચવા જાય છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઘર પર છુટ્ટા પથ્થરો મારતાં મંગુબેન અને જબલીબેન તેરસીંગભાઈ ગરાસીયાને લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી ઘરની આગળ મુકી રાખેલ ઘાસ સળગાવી દઈ રૂા.૪,૦૦૦નું નુકસાન પહોંચાડતાં આ સંબંધે સકવાડા ગામે ગરાસીયા ફળિયામાં રહેતાં વિરસીંગભાઈ ફુલજીભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Share

Related posts

દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ભવ્ય પદ ગ્રહણ સમારંભ યોજાયો.

gujaratjanekta

અમદાવાદ – ડ્રગ્સના દૂષણ સામે સિંધુભવન પર બની શકે છે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન, અગાઉ કરાયો હતો સર્વે

Admin

ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામે જ્ઞાનદીપ વિદ્યાલય ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિનામૂલ્યવિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial