Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આંગણવાડી વર્કર કિશોરીઓની બહેનો દ્વારા પોલિસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી

 

પંકજ પંડિત

આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક 1 માં જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ,મુખ્ય સેવિકા,BNM સ્ટાફ,DSMU સ્ટાફ તથા આંગણવાડી વર્કર ધ્વારા કિશોરીઓની ઝાલોદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામા આવી જેમાં થીમ મુજબ રાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી,ઘરેલુ હિંસા, દહેજ પ્રથા,સામાજિક શોષણ,બાળ લગ્ન,જાતીય સતામણી ,૧૮૧ હેલ્પ લાઈન વગેરે કાયદાઓ વિષે સમજ આપવામાં આવી.તેમજ સોશિયલ મીડિયા ગેરફાયદા અંગે કિશોરીઓને સમજ આપવામાં આવી.સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલ માં છે. જેના દ્વારા સ્ત્રી એ સ્વમાન ભેર પોતાની જિદગી જીવી શકે અને ખરાબ દૂષણોમાંથી બચી શકી છે સરકાર શ્રી દ્વારા મહિલા પૉલિશ સ્ટેશન/મહિલા અભયમ હેલ્પલાઈન નંબર 181 વન સપોટ સેન્ટરો વગેરે ચાલુ છે તેની હેલ્પ કેવી રીતે લેવી તે જાણકારી કિશોરીને આપવામાં આવી તેમજ વધુમાં પોલીસ અધીકારીશ્રી ધ્વારા કિશોરીઓમા શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત, કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારી પી.આઈ રાઠવા ધ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા માંજલપુરના પુર્વ કોર્પોરેટરશ્રી શંકરલાલ ડી.ત્રિવેદીને બ્રહ્મગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરાયા

gujaratjanekta

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

મધ્યપ્રદેશના હલકી મનોવૃત્તિના IAS અધિકારી સંતોષ વર્માના બ્રહ્મસમાજ વિરુધ્ધના બોલાયેલા હલકટ શબ્દો સામે ગુજરાત બ્રાહ્મણ સમાજ વતી આકરો રોષ વ્યક્ત કરતા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial