Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

બાલ કલ્યાણ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું સાંસદ ડોક્ટર હેમાંગ જોષીના હસ્તે વિતરણ

વડોદરા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાના, પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું વિતરણ, ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ તેમજ સભ્યો મણીભાઈ વાછાણી, શૈલેન્દ્રસિંહ પરમાર, સંકુલના પ્રોજેક્ટ મેનેજર ચેતનભાઇની ઉપસ્થિતિમાં યોજાયો. જેમાં મુખ્ય મહેમાન, વડોદરાના લોકલાડીલા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ, પરીક્ષાની કીટનું વિવિધ સંસ્થાઓના અધિક્ષકોને વિતરણ કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે પરીક્ષાર્થીઓને ખુલ્લા મને, પ્રફુલ્લિત ચિત્તે પરીક્ષા અપાવશો. કોઈ પણ ભારણ અને દબાણ વગર, સ્વૈચ્છિક રીતે આનંદપૂર્વક પરીક્ષા આપે તેવું વાતાવરણ બનાવશો.

હું જે છું તે શિક્ષણને સથવારે છું ચેરમેન શ્રી એ સ્વાગત પ્રવચન કરી, શિક્ષણ માટે સંસ્થાઓ તમામ સુવિધાઓ આપે છે તે ઉપરાંત બાલ કલ્યાણ સમિતિ ભૂલકાઓ માટે શિક્ષણના વિશિષ્ટ પ્રયોગો દ્વારા, શિક્ષણમાં વિદ્યાર્થીઓને વધારે સુગમતા કરે તથા પરીક્ષા પહેલા પાંચ પ્રશ્નપત્રોના ઉત્તર લખવા, મોટી નોટબુક આપવામાં આવી છે તેમાં ગત બોર્ડના પ્રશ્નપત્રના જવાબો લખવા જણાવ્યું. સભ્યશ્રી શૈલેન્દ્રસિંહ પરમાર એ આભાર વિધિ કરી જ્યારે કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ મેનેજર ચેતનભાઇએ અને સંચાલન સંધ્યાબેન ને કર્યું.

Share

Related posts

ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા રોડ અને રસ્તાને લઈ કાર્યપાલ ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગને રજૂઆત કરવામાં આવી..

gujaratjanekta

રાજકીય ક્ષેત્રે સૌરાષ્ટ્રના એપી સેન્ટર એવા રાજકોટમાં બીજેપીમાંથી કેટલાક મોટો નામોની ટિકિટ કન્ફર્મ

gujaratjanekta

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial