Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે બેંક ઓફ બરોડાના સ્થળાંતર નિમિતે ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ સમારંભ યોજાયો

પંકજ પંડિત

આજરોજ તારીખ 21-01-2025 ના રોજ સવારના 11 વાગે એ.પી.એમ.સી ખાતે બેંક ઓફ બરોડાના સ્થળાંતર નિમિત્તે ઝાલોદ તાલુકાના ધારાસભ્ય તેમજ એ.પી.એમ.સીના ચેરમેન મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ સમારંભ યોજાયો હતો. આજના આ પ્રોગ્રામમાં ઝોન જનરલ મેનેજર અનુજ ભાર્ગવ તેમજ દાહોદના ડી.આર.એમ પ્રવિણ ગાંધી વિશેષ ઉપસ્થિત રહેલ હતા. સમારંભમા આવેલ દરેક મહેમાનોનું શાલ તેમજ પાઘડી પહેરાવી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી સમારંભ ચાલુ કરવામાં આવ્યો હતો.
સહુ પ્રથમ ઝોન જનરલ મેનેજર અનુજ ભાર્ગવ દ્વારા બેંક ઓફ બરોડા એક ભરોસાપાત્ર સરકાર દ્વારા સંચાલિત બેંક હોવાથી વધુમાં વધુ લોકો આ બેંકમા ખાતું ખોલાવે તેમજ દરેક સરકારી સહાયનો લાભ લે તેમજ બેંકની ચાલતી આકર્ષક સ્કીમનો મહત્તમ લોકો ભાગ લે. બીજી બેંક ની સરખામણીમાં બેંક ઓફ બરોડા દ્વારા ધિરાણ પર ઓછા વ્યાજે લોન તેમજ સેવિંગ તેમજ વિવિધ બચતમા આકર્ષક વ્યાજ આપવામાં આવે છે.
ધારાસભ્ય મહેશ ભૂરીયાએ કહ્યું કે આ વિસ્તારમાં બે રાજ્યોના બોર્ડર પર આવેલ છે તેમજ ટ્રાયબલ વિસ્તાર છે. આ તાલુકામાં અંદાજીત 115 ગ્રામ પંચાયત છે જેથી ઉપસ્થિત સહુ તલાટી-મંત્રી ,સરપંચો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનો ને આગ્રહ કર્યો હતો કે સહુ લોકો બેંક ઓફ બરોડામા ખાતું ખોલાવે તેથી છેવાડાના માનવી ને પણ સરકાર દ્વારા ચાલતી દરેક યોજનાઓનો લાભ મળે. જલ્દી લોન લેવાની લાલચે વિવિધ એન.જી.ઓ,ખાનગી કંપનીઓ પાસેથી લોન લેવાથી ઉંચુ વ્યાજ દર ચૂકવવું પડે છે જેથી બેંક ઓફ બરોડામા ખાતું ખોલાવી દરેક સંસ્થાઓ કે કર્મચારીઓ કાયદાકીય દરેક પ્રક્રિયાનુ પાલન કરી આ બેંક માંથી લોન લઈ નિયમિત વ્યાજ ભરે જેથી આર્થિક રીતે સહુ લોકો પગભર બને. છેલ્લે બેંક મેનેજર વિવેક દ્વારા ઉપસ્થિત સહુ લોકોને આ સમારંભમાં આવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
બેંક દ્વારા નાના નાના ભૂલકાઓ ને બેગ વિતરણ, આંગણવાડી બહેનોને પંખાઓનું વિતરણ કરી સન્માન કર્યું હતું. તેમજ વિવિધ બેંક ઓફ બરોડા માંથી વિવિધ કામગીરી માટે લોન લેનાર તેમજ ક્લેમ પાસ થનાર ગ્રાહકોને ચેક વિતરણ પ્રસંગે કી આપી સહુ ગ્રાહકોનુ સન્માન કરેલ હતું. ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા બેંકના ઝોન જનરલ મેનેજર અનુજ ભાર્ગવનું સન્માન આ વિસ્તારની સંસ્કૃતિ મુજબ ચાંદીનું ભોંયરુ પહેરાવી કર્યું હતું. તેમજ અનુજ ભાર્ગવ દ્વારા પણ મોમેન્ટો આપી ધારાસભ્ય મહેશ ભૂરીયાનુ આ સમારંભમાં આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

40 મિનિટમાં ત્રણ વખત સ્થગિત થઈ રાજ્યસભા, ગૃહમાં ગુંજ્યો બિહારમાં ઝેરી દારૂથી મોતનો મુદ્દો

Admin

વિજયાદશમીના પર્વ નિમિત્તે ડૉ. મોહનજી ભાગવતનું ઉદબોધન – જાણો વધુ

gujaratjanekta

નમૅદા કીનારે માલસર મુકામે વિશ્ર્વ કલ્યાણ માટે શ્રીરામ મહાયજ્ઞ નો થયેલ શુભારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial