Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યાને લઇ રોડ પર મૂકેલ વાહનોને મન ફાવે તેમ પોલીસ એક્શન લઇ મેમો આપીને વાહનને ઉપાડી લઇ જાય છે. જેથી ઝાલોદ શહેરમાં નાના મોટા ઓફિસ અર્થે, ખરીદી માટે અને દવાખાનાના કામો માટે ગામડાઓ થી લોકોને આવવું પડતું હોય છે. આ તમામ ગરીબ કે મધ્યમ વર્ગ પોતાના કામ અર્થે જેમ તેમ કરીને પૂરતા પૈસા લઈને આવતા હોય અને ઉભી રાખેલ વાહન રીક્ષા, મોટરસાઈકલ કે અન્ય ગાડીને ગણતરીની મિનિટોમાં પોલીસ વાહનો પર દંડ ફટકારે છે. જેનાથી તમામ વર્ગ વેપારીઓને ધંધામાં માઠી અસર પડે છે અને આમ જનતામાં ભયનો માહોલ સર્જાય છે માટે નગરપાલિકા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો સામન્ય લવાજમ ભરીને પોતાના વાહન સેફ મૂકી અને નગરમાં લોકો પોતાનું અંગત કામ કરી શકે અને નગરપાલિકાને પણ આવક થાય એમ છે. તો તાત્કાલિક અને ટુંકા સમયમાં આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ઝાલોદ આમ આદમી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા માંગ કરવામાં આવી હતી.

Share

Related posts

ભારતના ટી-20 વર્લ્ડકપ વિજયને ઝાલોદ નગરના લોકોએ વિજય સરઘસ કાઢી વધાવી લીધો

gujaratjanekta

જમ્મુ કાશ્મીર / પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને 26 : PM મોદી ભારત પરત ફર્યા

gujaratjanekta

ગોધરા બાયપાસ પરવડી પાસે આવેલ ગેસ્ટ હાઉસના માલિક ઉપર હુમલો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial