Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા પી.આઈ દ્વારા ઉતરાયણ નિમિત્તે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઉતરાયણ પર્વ નિમિત્તે ફતેપુરા તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ ભાઈચારાથી ઉત્તરાયણ પર્વ ઉજવાય તે હેતુથી ફતેપુરા પી.આઈ જે એમ ખાંટ તેમજ પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી હતી
ફતેપુરા તાલુકામાં ઉતરાયણ પર્વ નિમિત્તે ઉત્તરાયણ પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરે કોઈ અન ઈચ્છનીય બનાવ ન બને અને ભાઈ ચારા સાથે ઉતરાયણ પર્વની ઉજવણી થાય તે માટે ફતેપુરા નગરમાં ફતેપુરા પી આઈ જે એમ ખાંટ તેમજ પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા ફતેપુરા નગરજનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચાઈનીઝ દોરી ચાઈનીઝ તુકલ તેમજ નાયલોન દોરી જેવા પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ ન કરવો તેમ જ આવી પ્રતિબંધિત વસ્તુ કોઈ વ્યક્તિ વેચાણ કરતો હોય તો સ્વચ્છાએ તેનો નાશ કરી દેવો તેનું વેચાણ કરવું નહીં જો તેમ કરવામાં ન આવે તો પોલીસને જાણ કરવામાં આવશે કે તપાસ કરવામાં આવશે અને પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળશે તો પોલીસ દ્વારા તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે સંઘના લેવામાં આવી છે ત્યારે તેનું કડકમાં કડક પાલન થાય તેમજ ફતેપુરા નગરવાસ્યો દ્વારા આ પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ ન કરે તે ખાસ ધ્યાન રાખે તેમ જ
ફતેપુરા નગરમાં ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે ત્યારે પોતાના ઘર આગળ કે દુકાન આગળ વાહન પાર્ક કરો છો ત્યારે યોગ્ય રીતે પાર્ક કરવું જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ જ ફતેપુરા નગર ટ્રાફિકને લઈને વેપારી અને ગ્રાહક એકબીજાનો તાલમેલ કરી ટ્રાફિક ન થાય તેનું ધ્યાન રાખવું લોકોએ કરેલા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી સહકાર આપે તેવી ટકોર પી એસ આઈ જે કે રાઠોડ દ્વારા કરવામાં આવી હતી તો ફતેપુરા નગરમાં ગંદકીને લઈને પારાવાવ મુશ્કેલીઓ પડી રહી છે લોકો અવારનવાર રસ્તા પર પાણી
ઢોળી રહ્યા છે જેના કારણે રસ્તા પર કાદવ કિચડ થાય છે તો ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પી.આઈ જે એમ ખાંટે કહ્યું હતું કે મગજની ગંદકી દૂર થશે તો જ નગરની ગંદકી દૂર થશે નગરજનો સહકાર આપી ગ્રામ પંચાયતને યોગ્ય રજૂઆત કરી આજુબાજુ ગટર વ્યવસ્થા કરી અને નળ દ્વારા આપવામાં આવતું પાણી રસ્તા પર ન ઢોળે તો ફતેપુરા નગરમાં ગંદકીનું પ્રમાણ ઓછું થઈ જશે તેવું જણાવ્યું હતું તો રખડતા ઢોરોને લઈને પણ પશુ માલિકોને પોતાના ઢોર બાંધી દેવા જાણ કરી હતી જો તેમ કરવામાં નહીં આવશે તો આ રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું

Share

Related posts

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા અવગત કરતા નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરી

gujaratjanekta

સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા કિસાન શિબિર અને એફ.પી.ઓ. માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

gujaratjanekta

વડોદરામાં ક્રાફ્ટરૂટ્સ દ્વારા યોજાયેલ હસ્તકલા પ્રદર્શનનો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કરાવ્યો પ્રારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial