Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

રશિયાએ તૈયાર કરી Cancer ની વેક્સિન : જાણો ક્યારથી મળી શકશે આ રસી?!

પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કરયો છે કે તે દુનિયાની પહેલી એવી કેન્સર રસી (world’s first cancer vaccine) તૈયાર કરી રહ્યું છે, જે તેના નાગરિકોને મફતમાં આપવામાં આવશે. એક અહેવાલ મુજબ, રશિયન રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ચીફ એન્ડ્રી કેપ્રિને જણાવ્યું કે આ રસી 2025ના આરંભમાં લોન્ચ કરવામાં આવશે. આ રસી ગાંઠની રચનાને રોકવા માટે નહીં પરંતુ કેન્સરના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં આવશે.

 

રસી વિશે સ્પષ્ટતા બાકી!!

રસી કયા પ્રકારના કેન્સર માટે અસરકારક રહેશે અને તેને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. વળી, રસીનું નામ પણ જાહેર થયું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે રસી અત્યારે અંતિમ તબક્કામાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમે કેન્સરની રસી અને નવી પેઢીની Immunomodulatory દવાઓ બનાવવાની ખૂબ નજીક છીએ.” અન્ય દેશોએ પણ તેમની પોતાની વ્યક્તિગત કેન્સરની રસી વિકસાવવા પર કામ કર્યું છે. રશિયામાં 2022માં કેન્સરના 6.35 લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં કોલોન, સ્તન અને ફેફસાના કેન્સર સૌથી વધુ જોવા મળ્યા છે.

દુનિયામાં પ્રથમ વ્યક્તિગત કેન્સર રસી માટે વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરી રહ્યા છે. રસી RNA ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીના રોગપ્રતિકારક તંત્રને કેન્સર માટે ચોક્કસ પ્રોટીન ઓળખવામાં મદદરૂપ થાય છે. ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ વર્ષના આરંભમાં 4 દર્દીઓ પર વ્યક્તિગત રસીનું પરીક્ષણ કર્યું હતું. હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) અને હેપેટાઇટિસ બી (એચબીવી) માટેની રસીઓ જે લીવર કેન્સરનું કારણ બની શકે છે તે પહેલેથી જ છે, જે કેટલાક કેન્સરો સામે અસરકારક છે.

Share

Related posts

IPLની પ્લે-ઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ, 82 રને પવેલિયન-ભેગી થઈ LSG

gujaratjanekta

લીમડી ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રથમ નવરાત્રિ નિમિતે 5 યજ્ઞકુંડી હવન કરાયું

gujaratjanekta

ચૂંટણી પહેલાં આજથી બીજેપીની ઉમેદવારી પ્રક્રિયા શરૂ, નિરીક્ષકો લેશે ઉમેદવારોની સેન્સ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial