Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરાની મન્હા મેટરનરી હોસ્પિટલના ર્ડાકટર દ્વારા મેડીકલેઈમ પાસ કરવાના ફોર્મ-બી ઉપર સહી કરવા માટે કમીશન નકકી કર્યું : કમીશન ન આપે તો મેડીકલેઈમ પાસ ન થવા દેવાની ધમકી!!

 

ગોધરા શહેરમાં આવેલ મન્હા મેટરનિટી હોસ્પિટલમાં પીડિતના પત્નિને તા.5/11/2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. અને 6 નવેમ્બરના રોજ નોર્મલ ડીલીવરી થઈ હતી. બીજા દિવસે રજા આપવામાં આવી હતી. ત્યારે પીડિત પરિવારે હોસ્પિટલમાં અમે મેડિકલેઈમ ધરાવીએ છીએ અને અમારે મેડિકલેઈમ કરવાનો છે પરંતુ હોસ્પિટલ દ્વારા જણાવ્યુ હતુ કે, અમારી હોસ્પિટલમાં કેશલેસ સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે હોસ્પિટલના બીલના નાણાં પહેલા ચુકવવા પડશે જેથી પીડિત પરિવાર દ્વારા બિલના નાણાં ચુકવી દીધેલ હતા. ત્યારબાદ પીડિત પરિવાર દ્વારા મેડિકલેઈમ ફાર્મ બી ભરાવવા માટે મન્હા હોસ્પિટલમાં ગયેલ હતા ત્યારે ડોકટર વસીમ મન્સુરી દ્વારા કહેવામાં આવ્યુ હતુે કે, તમારે મેડિકલેઈમ લેવા હોય તો તમારે મને બિલ ઉપરાંત નાણાં આપવાના રહેશે તેમ કહી ડોકટર વસીમ મન્સુરી દ્વારા પીડિતના મોબાઈલમાં મેસેજ દ્વારા મેડિકલેઈમ માટે કમિશનનો સ્લેબ મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં તમારે 45 હજારનો મેડિકલેઈમ થશે તો 15 હજાર રૂપિયા હું કમિશન લઈશ તેમ પીડિત પરિવારને જણાવેલ હતુ. 

જો કમિશન નહિ આપો તો હું પાકા બિલ કે કલેઈમ ઉપર સહી નહિ કરી આપુ અને તમારો કલેઈમ પાસ થવા નહિ દઉં. આમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને પણ બિલ ઉપરાંત મેડિકલેઈમમાં મળવાપાત્ર નાણામાંથી પણ કમિશનની માંગણી ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે. ડોકટર વસીમ મન્સુરી દ્વારા ભુતકાળમાં પણ ધણી બધી મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. અને તેના વિરુદ્ધ ફરિયાદ પણ થયેલ છે પરંતુ ડોકટર વસીમ મન્સુરી પૈસાના જોરે છુટી જાય છે. ડોકટર વસીમ મન્સુરી ભુતકાળમાં ચીરજીંવી યોજનામાં સરકાર દ્વારા આપવામાં આવતા નાણાંના ખોટા બિલો દ્વારા ગોટાળા કરવામાં આવેલ છે. ખાનગી હોસ્પિટલના ડોકટર વસીમ મન્સુરી દ્વારા પીડિત પરિવાર પાસેથી જીએસટી અને કમિશનના નામે ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહેલ છે. આ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ડોકટર વસીમ મન્સુરી દ્વારા કેટલા પરિવારો પાસેથી કમિશનના નાણાં ઉઘરાવી લેવામાં આવ્યા હશે ? ત્યારે મન્હા હોસ્પિટલના ડોકટર દ્વારા હોસ્પિટલમાં સારવાર બાદ પણ પીડિત પરિવારને મેડિકલેઈમ માટેના ફોર્મ ઉપર સહી કરવા માટે કમિશન સ્લેબ બનાવી લુંટ કરવામાં આવી રહી છે. તે બાબતે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ પ્રભારી આશિષ પટેલ દ્વારા રાજયના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ગંભીરતાથી ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે!!

Share

Related posts

લુણાવાડામાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા ACB નાં હાથે રંગેહાથ પકડાયો

gujaratjanekta

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી

gujaratjanekta

વડોદરા – મૃત માણસ થયો ફરીથી જીવીત !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial