Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વૈકુંઠ ચાર રસ્તા પાસે લોકોની સુખાકારી માટે બની રહેલ હેલ્થ સેન્ટરમાં સરકારી ઈજનેરો ની બેદરકારી કે પછી અષ્ટમ… ભ્રષ્ટમ… સ્વાહા…!!? – જુઓ Video

સંકેત પંડયા – જર્નાલિસ્ટ 

ગુજરાત સરકાર લોકોની સુખાકારી માટે લાખો – કરોડો રૂપિયાની જાહેરાત કરી લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માત્ર આશ્વાસન આપતી હોય તેમ દેખાય રહ્યુ છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ ચાર રસ્તા પાસે નિર્માણ થઇ રહેલ આરોગ્ય સેન્ટરનું ગયા વર્ષે ખાર્તમુહુર્ત કરવામાં આવ્યુ હતું. અહીંયા આજુ બાજુના વિસ્તારમાં રહેતા લોકોને એવું હતું કે હવે આરોગ્ય સેન્ટરનો લાભ ઘર આંગણે જ મળી રહેશે અને સમસ્યાનો અંત આવશે પરંતુ સરકારી ઈજનેર કે પછી કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે હવે આ આરોગ્ય સેન્ટર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ દેખાય રહ્યું છે!!

વડોદરામાં બનાવેલ આ આરોગ્ય સેન્ટરનું ચાલતું કામ જોઈને શહેરના લોકોમાં કુતુહલતા સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોની બેદરકારીને કારણે પ્લીથ લેવલ ખાડામાં કે પછી ખાડામાં આરોગ્ય સેન્ટર તૈયાર થઇ રહ્યું છે!?? કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની બેદરકારીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેમ સ્થાનિક લોકો જણાઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓની સૂચનાનું પાલન કરી રહેલ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડામાં હેલ્થ સેન્ટર ઉભું કરાતા પ્લીથ લેવલ કરતા તેની બાજુમાં આવેલ ૧૮ મીટરનો કાચો રસ્તો અંદાજીત ૨ ફૂટ જેટલો ઉંચો છે તેમજ વર્ષોથી ડામર કે RCC રોડની વાટ જોઈ રહેલા સ્થાનિક રહીશોને ચોમાસામાં પણ પાણી ભરાવાના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.અહીંના સ્થાનિકો વર્ષોથી ઘરવેરો, સફાઈવેરો, પાણીવેરો, સ્ટેટ લાઈટવેરાના નામે સરકારને ટેક્સ ભરે છે તેમજ આ વિસ્તારમાં ગાર્ડનની જરૂરિયાત હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા આં વિસ્તારના હાલના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને કોર્પોરેટર તેજલબેન બી. વ્યાસને રજુઆત કરી ચુક્યા છે ત્યારે જોવાનું રહ્યું કે પોતાની સુખાકારી માટે લાખો રૂપિયાનો ટેક્સ ભરી રહેલા લોકોને વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો સંભાળશે કે પછી આંખ આડા કાન કરશે??

સંકેત પંડયા – જર્નાલિસ્ટ                                                   Mo. 8128281920

Share

Related posts

રાજનીતિ – ‘કાઢી મેલે તો કાઢી મેલે!’ ગુજરાત સરકારના બે મંત્રીઓનો ગપશપ કરતો વીડિયો વાયરલ !?

gujaratjanekta

વિધાનસભાની ચુંટણી નજીક આવતા ગોધરામાં પંચમહાલ કોંગ્રેસ માયનોરેટી વિભાગ દ્વારા નવા હોદ્દેદારોની વરણી – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial