Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભગવાન બિરસામુંડા નો 150 મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો

પંકજ પંડિત

આજના દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે પણ વિશેષ રીતે ઉજવવામાં આવ્યોઆદિવાસી સમાજ માંથી આવતા તેમજ સમસ્ત આદિવાસી સમાજ તેમજ દેશ માટે ગૌરવ અપાવનાર ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ 15 નવેમ્બર 1875 ના રોજ ઝારખંડ રાજ્યના ઊલીહાતુ, ખૂંટી, છોટા નાગપુરમા થયો હતો. તેમના પરિવાર દ્વારા બિરસામુંડાને અક્ષરક્ષાનનુ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ ભગવાન બિરસામુંડાએ ઈસાઈ મિશનરી સંચાલિત મીડલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

સ્વભાવે ભગવાન બિરસામુંડા હિન્દુ વિચારધારા વાળા હોવાથી અધવચ્ચે થી તેમણે ઈસાઈ સંચાલિત સ્કૂલનો અભ્યાસ છોડી વેદ, પુરાણ રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને સાથે સાથે વન ઔષધીઓનુ ક્ષાન પ્રાપ્ત કર્યું અને સાથે સાથે સમાજ સેવા તેમજ સમાજ જન જાગૃતિના કાર્યોનો પ્રારંભ કર્યો. બિરસામુંડા દેશ હિત માટે કાર્યો કરતા અંગ્રેજ શાસનની દમનકારી પ્રવૃત્તિ વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરી તેમાં તેઓ કેટલીય વાર જેલમાં પણ ગયા હતા. અંગ્રેજ શાસન દ્વારા ભગવાન બિરસામુંડાની 3 ફેબ્રુઆરી 1900 મા ધરપકડ કરી ત્યારબાદ 9 જૂન 1900 મા તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
દેશના ગૌરવ સમા તેમજ આદિવાસી સમાજના જનનાયકની 150 મી જન્મજયંતિને ઝાલોદ જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી વિશ્વકર્મા મંદિરે કરવામાં આવી ત્યાથી નગરમાં ભગવાન બિરસામુંડાની શોભાયાત્રા આદિવાસી સમાજની સંસ્કૃતિની વિશેષ ઓળખ ઢોલ નગારા સાથે કાઢવામાં આવેલ હતું. આ શોભાયાત્રા વિશ્વકર્મા મંદિરે થી બસ સ્ટેશન, શહીદ રાજેશ ચોક ,મસ્જિદ બજાર, મીઠાચોક , કોળીવાડા ,સ્વર્ણિમ સર્કલ, ગીતા મંદિર રોડ, ખાંટવાડા, આંબેડકર ચોક થઈ તાલુકા પંચાયત ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. તાલુકા પંચાયત ખાતે આવેલ ભગવાન બિરસામુંડાની પ્રતિમાની પૂજા અર્ચન કરવામાં આવી હતી. ઝાલોદ નગર પોલિસ પ્રસાસન દ્વારા શોભાયાત્રાના રૂટ પર ટ્રાફિક નિયંત્રણ કરી કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે સુંદર આયોજન કર્યું હતું.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ તેમજ ડ્રોન ઉડાવી સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ કરી

gujaratjanekta

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને એન.એસ.એસ.ના સયુંકત ઉપક્રમે કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદમાં વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.

gujaratjanekta

૧૧વર્ષ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial