Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં મેરવાની પરિવાર દ્વારા 9 માં ગુરુનાનક જયંતીની ઉજવણી કરાઈ

પંકજ પંડિત

દેશમાં 555 મા ગુરુનાનક જયંતીની ઉજવણીગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા. તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક હતા. .ગુરુ નાનક સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું.તેમણે એક ઇશ્વરની ઉપાસનાને મહત્ત્વ આપ્યું. તેમણે પોતાનો સંદેશ ગુરુબાની તરીકે નોંધીને પોતાના શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડ્યો હોવાનું મનાય છે.ભારત દેશમાં ગુરુનાનક જયંતીના 555 માં જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. નગરમાં મેરવાની ( ધારવાળા ) પરિવાર તેમના પિતાજીની સ્મૃતિમા 9 મી ગુરુનાનક જયંતી ઉજવી રહેલ છે. મેરવાની પરિવાર તેમના પિતાની પ્રેરણા અને આશીર્વાદ થી પરિવારના સહુ સભ્યોના સહકારથી ગુરુ નાનક જયંતીની ધામધૂમ થી પ્રતિવર્ષ ઉજવી રહેલ છે. તેઓ દ્વારા આ ઉત્સવ નિમિતે સમાજ, પરિવાર તેમજ મિત્રોને બોલાવી આ ઉત્સવ ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે ઉજવતા હોય છે. આ ઉત્સવ પ્રસંગે યોજવામાં આવેલ ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદનો લ્હાવો આમંત્રિત મહેમાનોએ લીધો હતો તેમજ સહુ આમંત્રિત મહેમાનોએ ગુરુનાનક જયંતીની શુભેચ્છાઓ પાઠવી આવનાર સમયમાં હિન્દુ ધર્મના ઉત્સવ આવી રીતે જ ઉજવતા રહો તેવા આશીર્વાદ મેરવાની પરિવારને આપ્યા હતા.

Share

Related posts

સંતરામપુરમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓને કેટરીંગ સ્ટાફ દ્વારા સમયસર ભોજન ન મળતા અવ્યવસ્થા સર્જાઈ…

Admin

જન્માષ્ટમી પર્વ નિમિત્તે કાંકણપુર ખાતે આવેલ શ્રી વી.એમ.શાહ પ્રાથમિક શાળામાં વકૃત્વ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

સેન્ટ હિલેરી સ્કૂલ ખાતે SSV કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial