Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરની પ્રાથમિક સમસ્ય નિવારણ માટે 14420 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો

પંકજ પંડિત

નગરપાલિકા દ્વારા નોંધાયેલ ફરિયાદ 24 થી 48 કલાકમાં દૂર કરવા પ્રયાણ કરાશે ઝાલોદ નગરમાં નાની નાની સમસ્યાઓ ઘણી બધી હોય છે તેમાં ઘણી સમસ્યાઓ વહીવટી તંત્રને કદાચ ધ્યાને ન આવી હોય તે માટે નગરના હિતમાં તેમજ 24 થી 48 કલાકમાં તેના નિવારણ માટે નગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબર 1800-599-9659 નંબર ઉપર થી 14420 નંબર ડાયલ કરવું અથવા 02670225269 પર ડાયલ કરી સમસ્યા નોંધાવવાની રહેશે જેથી જે તે સમસ્યાના સમાધાન તેમજ ઉકેલ માટે નગરપાલિકા ત્વરિત પગલાં લઈ શકે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર સોશિયલ મીડિયામા જાહેર કરાતા સમસ્યા લખાવવા માટે જાહેર જનતા કોલ કરવા લાગી હતી તેથી કોલ ન લાગવાની ફરિયાદો પણ લોકોમાં ઉઠવા પામી હતી. હાલ તો નગરજનો ઈચ્છી રહેલ છે પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર કાયમ ચાલુ રહે જેથી નગરજનો પોતાની સમસ્યાઓ નોંધાવી સમાધાન મેળવી શકે.

Share

Related posts

ઝાલોદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિતે બાલિકાઓ ને ફ્રૂટ વિતરણ કર્યું

gujaratjanekta

સ્વચ્છતા 2024 ઝુંબેશ ના તમામ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ સહભાગીદારી માટે ફતેપુરા તાલુકાને શ્રેષ્ઠ તાલુકા તરીકેનું એવોર્ડ મળ્યો તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા ને એવોર્ડ કાર્યક્રમમાં આપવામાં આવ્યો

gujaratjanekta

PMનો આજે પ્રથમ કાર્યક્રમ સુરતમા : 3400 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી સુરતને સમર્પિત કરશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial