Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

IOCL બ્લાસ્ટમાં મૃતકોના પરિવારને રૂ. 25 લાખ : પત્નીને નોકરી અને બાળકોના ભણતરનો સંપૂર્ણ ખર્ચ કંપની આપશે

કોયલી સ્થિત ગુજરાત રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.માં સોમવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં બેન્ઝીન ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક કોન્ટ્રાક્ટ પરના એક કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજી તરફ વિકરાળ ગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરો જહેમત કરી રહ્યાં હતા, ત્યાં રાત્રે સાડા આંઠ વાગ્યાના અરસામાં બીજો બ્લાસ્ટ થતાં કેન્ટીનમાં કામ કરતા કર્મચારીનુ પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બન્ને મૃતકોના પરિવાર દ્વારા આજે વહેલી સવારથી તેમની માગણી સ્વીકારાય તે માટે ધરણા પર બેઠા હતા. જોકે મોડી સાંજે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલીની મધ્યસ્તીથી બન્ને પરિવારોની માગણી સ્વીકારાય હતી.આગમાં તારાપુર ખાતે રહેતા અને કંપનીમાં કોન્ટ્રાકટ પર સેમ્પલ કલેક્શનનું કામ કરતા ધીમંત મકવાણાનું મૃતયુ પામ્યા હતા. જ્યારે રાત્રીના સમયે સાડા વાગ્યાના અરસામાં થયેલા બીજા બ્લાસ્ટમાં કોયલી ખાતે રહેતા અને કંપનીમાં કેન્ટીનમા કામ કરતા શૈલેષ મકવાણા મોતને ભેટ્યાં હતા.

અંતે મૃતકોના પરિવારને કંપની દ્વારા રૂ. 25ની સહાય અને પત્નીને રૂ. 17 હાજરના પગારે નોકરી તેમજ પિતાની છત્રછાયા ગુમાવનાર બન્ને બાળકોના ભણતરનો તમામ ખર્ચ કંપની દ્વારા ઉપાડવામાં આવશે તેવી ખાતરી આપી હોવાનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતુ.

 

Share

Related posts

31 ઓક્ટોબરે PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે

gujaratjanekta

કોઈપણ સ્વાર્થ વગર ગોધરામાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ ગરીબ વિધ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા મુસ્લિમ યુવા શિક્ષક એટલે ઈમરાન સાહેબ – જાણો વધુ

gujaratjanekta

સામાન્ય માણસ અધિકારી પાસે આવે ત્યારે પ્રજાલક્ષી રહી મદદ કરવી સાંસદજશવંતસિંહ ભાભોર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial