Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વર્ષ 2025 માં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન વહેલી તકે થાય તે માટે વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને રજુઆત – જાણો વધુ

 

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ 

ભારતમાં વિકસિત રાજ્યોમાંનું એક એટલે આપણું ગુજરાત. ગુજરાતમાં દર વર્ષે નવી નવી ભરતીની જાહેરાતો સરકાર દ્વારા ઢંઢેરો પીટીને કરવામાં આવે છે પણ સરકાર પાસે યોગ્ય સલાહકાર અને માર્ગદર્શક ન હોય તેવું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે !!

ગુજરાતમાં વ્યવસ્થાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક થોડી કચાસ થતી હોય એવું લાગે છે.TET 2 ની પરીક્ષા વર્ષ 2017 પછી સીધી 2023 માં લેવામાં આવી તેનું પરિણામ આવ્યું તેને એકાદ વર્ષ થઈ ગયું પછી હાલ ભરતી કરવામાં આવી રહી છે અને નવી પરીક્ષાનું આયોજન હજુ આપવામાં આવ્યું નથી. ગયા વર્ષે નીચે મુજબની તારીખે પરીક્ષાઓ યોજાઇ હતી તમામ પરીક્ષાઓને એક વર્ષથી વધુ સમય થઇ ગયો છતા નવું કોઇ આયોજન ગુજરાત સરકારની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયું નથી.

જાણો કઈ તારીખે પરીક્ષાઓ યોજાઈ

TET I 16/04/23, TET II 23/04/23, TAT(S) 04/06/23 પ્રારંભિક અને 25/06/23 મુખ્ય TAT (HS) 06/08/23 પ્રારંભિક અને 17/09/23 મુખ્ય , વિશેષ TET I અને II મે 2023

મોટી સંખ્યામાં વિધાર્થીઓ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી કે પરીક્ષાઓનું વાર્ષિક આયોજન અગાઉથી જાહેર કરવામાં આવે જેથી કરી અને વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટેની અનુકૂળતા રહે. ઉમેદવારો સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે અને આ તૈયારી દરમિયાન પણ તેઓને તેમના ઘરની જવાબદારી – આર્થિક જવાબદારી તેમના શિરે હોવાથી તેઓ નાના મોટા કામ ધંધો કરી પરિવારનું ભરપોષણ કરવા મજબૂર ગયા હોય તેવું દેખાય રહ્યું છે. વિદ્યાર્થીઓને- ઉમેદવારોને તૈયારી કરવા માટેનો સમય ફાળવવાની તથા આયોજન કરવાની અગાઉથી જાણ થાય જેથી સારી રીતે તૈયારી થઈ શકે, સારી તૈયારી કરેલા ઉમેદવારો રાજ્યને મળે, રાજ્યના શિક્ષણનો, રાજ્યની અંદર જે વંચિતો છે જરૂરીયાતમંદ છે વિશેષ કરીને તેમના બાળકોને વિશેષ લાભ થાય તે દિશામાં સરકારે વિચાર વિમર્શ કરવો જોઈએ તેવું હાલ ગુજરાતના બેરોજગાર વિદ્યાર્થીઓ સરકાર પાસે માગ કરી રહ્યાં છે !!

Share

Related posts

ઝાલોદ તાલુકામાં ઘોડીયા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ૧૫મી ઓગસ્ટ નિમિત્તે ગ્રામસભા યોજાઇ.

gujaratjanekta

ઝાલોદ ઘટક ૧માં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી માટે Cdpo શ્રી , મુખ્યસેવિકા બહેનો અને સ્ટાફ દ્વારા આંગણવાડી કાર્યકરબેનોની મિટિંગ લેવામાં આવી.

gujaratjanekta

ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial