Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માઁ શક્તિ શેરી ગરબા નગરપાલિકા વિસ્તાર દ્વારા આજે 101 થી વધુ કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

પંકજ પંડિત

આ પ્રસંગે ડી.વાય. એસ.પી પટેલ ,પી.આઈ રાઠવા સહિત પોલિસ સ્ટાફે ભાગ લઈ આરતી કરીતારીખ 11-10-2024 નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે નવે નવ દિવસના ગરબા અને નવરાત્રી પૂજાના ફળ સ્વરૂપ નગરપાલિકાના ચોકમાં માઁ શક્તિ ગરબા મંડળ દ્વારા કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા પૂજનનું મહત્વ શાસ્ત્રોમા ખૂબ જ મોટું ગણાવ્યું છે. નાની નાની ભૂલકીઓ ખૂબ સુંદર તૈયાર થઈ આવી હતી. અને ગરબે પણ ઘૂમી હતી. માઁ શક્તિ ગરબા મંડળ દ્વારા પ્રતિવર્ષ કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનુ આયોજન કરવામાં આવે છે.નવરાત્રીના છેલ્લા દિવસે માઁ શક્તિ ગરબા મંડળ દ્વારા ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલ, પી.આઈ રાઠવા, પી.એસ.આઇ માળી ,પી.એસ.આઈ સિસોદિયા અને પોલિસ સ્ટાફના લોકોને પરિવાર સાથે કન્યા પૂજન કરવા અને આરતી કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજના આ કન્યા પૂજાનો લ્હાવો લેવા મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા. 101 થી વધુ કન્યાઓનું પૂજન મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરવામાં આવી હતી. આ પૂજાનો લ્હાવો લેવા આવેલ વ્યક્તિઓ અને માઁ શક્તિ ગરબા મંડળ દ્વારા બાળકીઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી. ગિફ્ટ લઈ દરેક બાળકીઓ ખુશ ખુશાલ જોવા મળતી હતી.ગરબાની શરૂઆત કરતા પહેલા માતાની આરતી આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાથે સાથે ઉપસ્થિત લોકોએ શસ્ત્ર પૂજનનો પણ લ્હાવો લીધો હતા. પછી સહુ ખેલૈયાઓ ગરબે ઘૂમી નવરાત્રીના ઉત્સવનો આનંદ લેતા જોવા મળ્યા હતા.

Share

Related posts

ઝાલોદ બસ સ્ટેશન ખાતે વિભાગીય નિયામકની ઉપસ્થિતમા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

Admin

દાહોદમાં વાહનો માટે પસંદગીના નંબર ની ફાળવણી માટે હરાજી યોજાશે.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial