Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરીપા અલગ અલગ ગામોમાં 742.82 લાખ રૂપિયાના રસ્તાઓનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

 

પંકજ પંડિત

જનતાને માર્ગ સંબંધિત અગવડતા ભોગવવી ન પડે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે : ધારાસભ્ય મહેશ ભૂરીયાઆજ રોજ ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયા દ્વારા ઝાલોદ વિધાનસભામાં સમાવિષ્ટ પાવડી,ચાકલીયા,વગેલા અને ગામડી જિલ્લા પંચાયત સીટમાં કુલ રૂ. 742.80 લાખના માતબર ખર્ચે 25.26 કિ.મી લંબાઈના નીચે મુજબના 10 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય મહેશ ભૂરીપા દ્વારા ટાઢાગોળા ગામે રૂ.57 લાખના ખર્ચે 1.90 કિ.મી લંબાઈના ટાઢાગોળા બારીયા ફળીયા થી ઘોંઘવા ફળીયા રોડ,રળિયાતી ગુર્જર ગામે રૂ.45.90 લાખના ખર્ચે 1.53 કિ.મી લંબાઈના રળિયાતી ગુર્જર તળાવ ફળીયા રોડ,ગુલતોરા ગામે રૂ.135 લાખના ખર્ચે 4.50 કિ.મી લંબાઈના ગુલતોરા શારદા રોડ,કચલધરા ગામે રૂ.21 લાખના ખર્ચે 0.70 કિ.મી લંબાઈના કચલધરા ખાંદા ફળીયા રોડ,ધોળાખાખરા ગામે રૂ.36 લાખના ખર્ચે 1.20 કિ.મી લંબાઈના ધોળાખાખરા માળ ફળીયા રોડ,કાંકરાકુવા ગામે રૂ.15.90 લાખના ખર્ચે 0.53 કિ.મી લંબાઈના કાંકરાકુવા માતા ફળીયા રોડ,સાબલી ગામે રૂ.36 લાખના ખર્ચે 1.70 કિ.મી લંબાઈના સાબલી કાંકરાકુવા મછાર ફળીયા રોડ,વગેલા ગામે રૂ.96 લાખના ખર્ચે 3.20 કિ.મી લંબાઈના વગેલા ખાખરીયા ફળીયા રોડ,ફુલપુરા ગામે રૂ.90 લાખના ખર્ચે 3.00 કિ.મી લંબાઈના ફુલપુરા એપ્રોચ રોડ અને બંબેલા ગામે રૂ.210 લાખના ખર્ચે 7.00 કિ.મી લંબાઈના બંબેલા ધાવડીયા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને તમામ માળખાગત સુવિધાઓ સુલભ બને તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાહિતના કાર્યો કરવામાં આવી રહેલ છે તેમ ધારાસભ્ય મહેશ ભૂરીયાએ કહ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા સદસ્યો,તાલુકા સદસ્યો,સરપંચો,કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Share

Related posts

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી નિકળનાર કાવડ યાત્રામા જોડાવા નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

gujaratjanekta

રાજકોટની એક હોટલમાંથી દેહવ્યાપાર કરતી મહિલાઓ પકડાઈ: આસપાસ રહેતી મહિલાઓએ કરી હતી પોલીસમાં જાણ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial