Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મારી દીકરી મારા ઘર આંગણે નવરાત્રી મહોત્સવ સુખસર” સુખસર નવરાત્રી મહોત્સવ માં ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ઉતારી માતાજી ની આરતી *પીપળી ચોકમાં માતાજી ની આરાધના કરી ધારાસભ્ય ગરબે ઘૂમ્યા

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના સુખસર માં નવરાત્રિના નવદુર્ગા મહોત્સવમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા એ હાજરી આપી હતી. આરતી ઉતારીને માતાજીની આરાધના કરી હતી. મોટી સંખ્યામાં લોકો આરતીમાં હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયત ચોક ખાતે પણ આરતી ઉતારી હતી.
ફતેપુરા તાલુકાના સુખસર માં નવરાત્રી મહોત્સવ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પીપળી ચોકમાં ” મારી દીકરી મારા ઘર આંગણે” અંતર્ગત શ્રી રામ યુવક મંડળ દ્વારા ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. બુધવાર ના રોજ કલાલ સમાજ દ્વારા મહા આરતી નું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારી હતી.આરતી બાદ ધારાસભ્ય ખલૈયાઓ સાથે ગરબે ઘૂમી માતાજી ની આરાધના કરી હતી. આ મહા આરતી માં સુખસર ગામ ના આગેવાન આર. ટી.કટારા, કલાલ સમાજ ના આગેવાન વસંતભાઈ કલાલ, કાળાભાઈ કલાલ, એડવોકેટ પ્યારેલાલ કલાલ, નગીનભાઈ કલાલ ઉત્કર્ષ સોસાયટી ના પ્રમુખ, રાકેશ કલાલ, મહામંત્રી કમલેશ કલાલ, ખજાનચી દીપક કલાલ, મનીષ કલાલ, રોહિત કલાલ, સહિત મોટી સંખ્યામાં કલાલ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત કાર્યક્રમ નું આયોજન અને દેખરેખ શ્રી રામ યુવક મંડળ ના પ્રમુખ વિનોદ વૈરાગી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Share

Related posts

દાહોદ ગામની ડબગર સમાજની સામાન્ય પરિવારની દિકરી CA બની સમાજનું ગૌરવ વધાર્યું

gujaratjanekta

લીમડી પો.સ્ટેશનમા પ્રોહીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

દાહોદ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા 2025/26 માં પાંદડી પ્રાથમિક શાળાના બાળકોએ આદિવાસી લોકનૃત્ય તથા એકપાત્રિય અભિનયમાં જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવેલ છે.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial