Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઈ સી ડી એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો ત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજ બ રોજ વિવિધ પ્રવૃતિઓ થકી અનેકો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે નિમિતે ફતેપુરા તાલુકાના વાંગડ મોડેલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારા એ જણાવ્યું હતું કે, ભારતીય નારીશક્તિએ હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને ગૌરવાન્વિત કરી છે. સંસ્કારી બાળક માતા અને પરિવાર માટે સૌથી મોટી પૂંજી છે. તેમણે કુદરતે સ્ત્રીને આપેલા અપાર શક્તિના ખજાનાનો પરિવાર, સમાજ અને દેશહિતમાં ઉપયોગ કરવાની શીખ આપી હતી.માતાઓ દ્વારા બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી છે. પરિવારમાં કોઈ કંકાસ, મતભેદ અને વિચારભેદ ન થાય તે માટે મહિલાઓની ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન નારી અદાલત, ૧૮૧ અભયમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી બહેનો સંબંધિત સેવાઓ અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી પણ આપવામાં આવી હતી.
તે સાથે આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું તેમજ રમત – ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થીનીનુ પણ અન્યોને પ્રેરણા દાયક બની રહે તે માટે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ, તેમજ કિશોરીઓને માતૃ શક્તિનું કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ, દાહોદના ચેરમેનસુશ્રી સુશીલાબેન બારીયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવ્યો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ પારગી, સી ડી પી ઓ સુશ્રી દિવ્યાબેન પંજાબી સહિત અન્ય ૧૮૧ અભયમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર ટીમ, તેડાગર અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

gujaratjanekta

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલાના રોજમદારને સળંગ નોકરી તથા પડેલા દિવસોનો 50% પગાર ચૂકવવા અંગે નામદાર મજૂર અદાલત દાહોદનો આદેશ – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર રોડ લેવલ કરતા ઉંચુ ગટરનુ ઢાંકણુ : અકસ્માત ઝોન બને તેવી તીવ્ર સંભાવના

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial