દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર, આજથી લગભગ 5251 વર્ષ પહેલા એટલે કે દ્રાપર યુગમાં આ દિવસે રોહિણી નક્ષત્ર અને રાત્રે 12 વાગે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. તેના જ કારણે દર વર્ષે આ તિથિના દિવસે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે.
આજરોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી વી.એમ.શાહ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં કાંકણપુર ખાતે વકૃત્વ સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ખાસ કરીને શાળાના વિધ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરીને હાજર સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ખાસ કરીને ધોરણ ૨ અને ૪ ના વિધાર્થીઓએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ શ્રીકૃષ્ણ લીલા અને તેમના નટખટ બાળપણ વિશે રમુજી પુર્વક વાર્તાઓ રજુ કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દિધા હતા. બાળકોમાં શ્રી કૃષ્ણ જનમોત્સવને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. “નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી”. નાદ સાથે હર્ષઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી .
આ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રી, કેમ્પસ ડાયરેક્ટરશ્રી, આચાર્યશ્રી તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

