Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સ્નેહ મિલન ભુઆધરા ખાતે યોજવામાં આવી

પંકજ પંડિત

સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ જોઈ સમાજના સહુ લોકો આનંદિત થઈ ઉઠયાઝાલોદ અગ્રવાલ સમાજ પ્રતિ વર્ષ શ્રાવણ માસ નિમિતે સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવવા નગરની નજીક આસપાસ સુંદર સ્થળે સ્નેહ મિલન ગોઠવે છે. આ વર્ષે અગ્રવાલ સમાજ દ્વારા ભુઆદરા ખાતે સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું જે ઝાલોદ થી 40 કિલો મીટરના અંતરે રાજસ્થાનમાં આવેલ છે. ત્યાં ભોળાનાથ ભગવાનનું સુંદર મંદિર આવેલ છે તેમજ સોળે કળાએ ખીલેલી પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળે છે. સમાજના 200 થી વધુ લોકોએ આવી સમાજની એકતાની વધુ મજબૂત બનાવી હતી તેમજ સમાજ દ્વારા યોજવામાં આવેલ સ્નેહમિલન ગોઠમા આવી દરેક લોકો આનંદિત થઈ ગયેલ હતા.સમાજની સામાન્ય સભા પ્રમુખ મૂકેશ.બી.અગ્રવાલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સામાન્ય સભામાં આવનાર અગ્રસેન જયંતિને ખૂબ સુંદર રીતે ઉજવવા માટે મંતવ્ય લેવામાં આવ્યા હતા તેમજ સમાજનુ સંગઠન વધુ મજબૂત કેવી રીતે બનાવવું તે વિશે સહુના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આજની સામાન્ય સભામાં અગ્રવાલ મહિલા મંડળ, યુવામંચ તેમજ અગ્રવાલ સેવાસંઘના સહુ લોકોએ ઉપસ્થિત રહી સમાજ દ્વારા યોજવામાં આવેલ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવેલ હતું. છેલ્લે સમાજના પ્રમુખ મૂકેશ.બી.અગ્રવાલ દ્વારા સમાજ દ્વારા યોજવામાં આવેલ આયોજનને સમાજના સહુ લોકોએ સહકાર આપી સુંદર અને સફળ બનાવ્યો તે માટે સહુનો આભાર માન્યો હતો.

Share

Related posts

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

Admin

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનું લેવલ જાણવા 10 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકાયા, સચોટ માહિતી મળશે

gujaratjanekta

અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી ભયંકર આગાહી : જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial