Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની આંગણવાડીના નાના ભૂલકાઓએ તિરંગાના ચિત્રો દોર્યાનાના નાના ભૂલકાઓને પણ લાગ્યો દેશભક્તિનો રંગ

સોલંકી કિશોરસિંહ,

દાહોદ:-આગામી સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી ઓગસ્ટની ઉજવણી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લો પણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે. આજનું બાળક આવતીકાલના ભારતનો નાગરિક છે ત્યારે નાનપણ થી જ બાળકોમાં દેશભક્તિના ગુણો વિકસે તે માટે દાહોદના ઘાંચીવાડની આંગણવાડી ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં આંગણવાડીના નાના નાના ભૂલકાઓએ દેશભક્તિ સંલગ્ન વિવિધ ચિત્રો દોરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં. આ ચિત્ર સ્પર્ધામાં ભુલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં પાપા પગલીના બહેન સુ શ્રી લક્ષ્મીબેન આંગણવાડી બહેન સુશ્રી હીરલ ભટ્ટ તેડાઘર બહેન શ્રી સહિત નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા ત્રણ માંગણીઓ નહી સંતોષાતા ટેન્ડરો નહીં ભરવાનો નિર્ણય !

gujaratjanekta

સાપુતારા માં પ્રવાસ માટે અલગ અલગ પ્રેદેશ માંથી લોકોની ભીડ ઉમટી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial