Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસની હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતસિંહ ડામોર ની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવીફતેપુરા તાલુકાના સુખસર એસાર પેટ્રોલ પંપ નજીક મુકામે 129 ફતેપુરા વિધાનસભા ફતેપુરા તાલુકા અને સંજેલી તાલુકાના નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભારે હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વત સિંહ ડામોરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ પ્રસંગે ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંમલીયાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાઠવા ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ફતેપુરા મામલતદાર એન.એસ વસાવા સંજેલી મામલતદાર શ્રી ફતેપુરા તાલુકા પંચાયતના અને સંજેલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભવોનું ઢોલ નગારા ફુલહાર કરી અને સ્મૃતિ ચિન્હ આપી તીરકામઠા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમને મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો શાળાની વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વિશ્વ આદિવાસી દિવસને ઉજવણી કાર્યક્રમમાં પ્રસંગને લગતું મહાનુભાવો દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની વિવિધ યોજનાઓ સમાજ સુરક્ષા વૃદ્ધ સહાય વિધવા સહાય પશુપાલન વગેરે યોજનાઓના 26 લાભાર્થીઓને મંચ પરથી મંચ પરથી મહાનુભવો ના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સંચાલન ફતેપુરા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ કરેલ હતું જ્યારે આભાર વિધિ ફતેપુરા મામલતદાર એન એસ વસાવાએ કરેલ હતો

Share

Related posts

ઝાલોદ ગોયલ પેલેસ ખાતે શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત પ્રદેશની કાર્યકારિણી બેઠક યોજાઈ

gujaratjanekta

ફુલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ.

gujaratjanekta

જુનાગઢ કરુણાંતિકા : દાદાના હાથમાંથી બાળકીને લઈને દીપડાએ મોતને ઘાટ ઉતારી દીધી,નજર સામે જ ઘટના બનતા પરિવાર સ્તબ્ધ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial