Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા

 

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા નગરમા મહિલાઓ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવીફતેપુરા નગરમાં મહિલાઓ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરથી કામેશ્વર મહાદેવ સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
પવિત્ર શ્રાવણમાં શરૂ થતા શિવાલયમાં બમ બમ ભોલે થી ગુંજી ઊઠે છે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આજે શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે ફતેપુરાની નગરની મહિલાઓ દ્વારા વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી કાવડયાત્રા લઈને ફતેપુરા નગરમાં સ્થિત કામેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો ફતેપુરા નગરની 251 મહિલાઓ વહેલી સવારે વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ એકત્રિત થઈ ભજન કીર્તન કરી ભોલેનાથને જલાભિષેક વિશે કરી બમ બમ ભોલેનાથ ના નાદ સાથે મહિલાઓ દ્વારા ઢોલના તાલે કાવડયાત્રા લઈને ફતેપુરા મુકામે આવ્યા હતા ફતેપુરા નગરના વિવિધ વિસ્તારેમાં કાવડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાવડીયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાતા ફતેપુરા નગર શિવમ બની ગયું હોય તેમ બમ બમ ભોલેનાથ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ના નારાઓ સાથે મહિલા કાવડયાત્રીઓએ આકર્ષણ જમાવ્યું હતું શિવાલયોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભક્ત શિવમ બની ગયો હોય તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું

Share

Related posts

બાળકોને કુપોસિત બનાવતી સિંગવડની આશ્રમશામુલાકાત લેતા સંચાલકની પોલ ખુલી

gujaratjanekta

બાલાસિનોરમાં એસ.પી. જયદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

gujaratjanekta

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial