Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા ફિલ્મી ઢબે દારૂની ગાડીનો પીછો કરી વિદેશી દારૂ સાથે 8,49,800નો મુદ્દામાલ ઝડપી પાડયો

પંકજ પંડિત

દાહોદ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલોદનાઓએ પ્રોહીના ગેરકાયદેસર વેચાણ તથા હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કડકમાં કડક કાર્યવા હી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પી.એસ.આઇ એમ.એમ.માળી પોતાના પોલિસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે રાજસ્થાન મોના ડુંગર તરફથી ઝાલોદ તરફ ગામડાના અંદરના રસ્તે થઇ એક સિલ્વર કલરની ઝાયલો GJ.16.AU.0722 માં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરી લઇ સ્વીફટ ગાડીમા નિલેશ વિરસિંગ જાતે.વાઘેલા રહે ગામડી ઇંગ્લીશ દારૂ ભરેલ ઝાયલો ગાડી લઈ આવી રહેલ છે તે હકીકત મળતા બાતમી આધારે નજીકમાંથી રાજપુર ગામે વોચમા રહેલ તે દરમ્યાન બાતમીવાળી ઝાયલો ગાડી તથા સ્વિફ્ટ ગાડી આવતા ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી ગાડી ઉભી રાખવા જણાવતા ઝાયલો અને સ્વીફટ ગાડીના ચાલક તેઓની ગાડીઓ ઉભી રાખેલ નહી અને રોડની સાઈડમા ઉતારી પોતાની ગાડીઓ ભગાવી મુકેલ જેથી સદર ગાડીઓનો પીછો કરતા સ્વીફટ ગાડીના ચાલકે ઝાયલો ગાડીને આગળ કરી પોતાની સ્વિફ્ટ ગાડી ઝાયલો ગાડીની પાછળ રાખી પોલીસના વાહનોને ઓવરટેક કરવા દીધેલ નહી અને આગળ જતા કલજીની સરસવાણી ચોકડી આગળ ઝાયલો ગાડી જેતપુર તરફ ફંટાઇ ગયેલ અને સ્વીફટ ગાડી ઝાલોદ મુવાડા તરફ ફંટાઇ જતાં પોલિસ દ્વારા ખાનગી વાહનથી પીછો કરતાં તેના ચાલકે પુર-ઝડપે ચલાવી જેતપુર ગામમા મગરોળ ફળીયામા ઘુસાડી દીધેલ અને રસ્તો પુરો થતો હોય ઝાયલો ગાડી ખેતરમા ઉતારી ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયેલ હતો. પોલિસ દ્વારા ઝાયલો ગાડીમા તપાસ કરતા ઝાયલો ગાડીના વચ્ચેના તથા પાછળના ભાગે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હતી જયારે બીજી ટીમે સ્વીફટ ગાડીનો પીછો કરતા સ્વીફ્ટ ગાડીનો ચાલક તથા તેની સાથે બેસેલ ઇસમ મુવાડાથી બસ સ્ટેશન જતા રોડ ઉપર સ્વીફટ ગાડી મુકી ભાંગવા લાગેલ અને જેઓનો પીછો કરતા તેઓ પકડાયેલ નહી અને જેમાથી એક ઇસમને પોલીસે ઓળખેલ તો તે નિલેશભાઈ વીરસીંગભાઇ વાઘેલા રહે.ગામડી તા.ઝાલોદ જી.દાહોદ હતો અને તેની સાથે એક અન્ય ઇસમ પણ હતો અને જે સ્વીફટ ગાડી ચાલુ થતી ન હોય ક્રેનની મદદથી ઝાલોદ પો.રસ્ટે. લાવવામાં આવેલ અને જેતપુર ગામમા મગરોળ ફળીયામા ઝાયલો ગાડીમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલ હોય અને રાત્રીના અંધારામા ઝાયલો ગાડીને લોક કરેલ હોવાથી જેથી કેન બોલાવી ક્રેન વડે ટોઇંગ કરી ઝાયલો ગાડીને ખેતરમાથી બહાર કાઢેલ તે વખતે વરસાદના પાણી ભરાયેલ હોય કેન તથા ઝાયલો ગાડી ફસાઇ ગયેલ હતી જેને ગામમાથી ટ્રેકટર બોલાવી કેન તથા ઝાયલો ગાડીને જેતપુર ગામના મેન રોડ સુધી લાવી ગાડીમા ઝડતી તપાસ કરતા સ્વીફટ ગાડીના આગળના ભાગે ડ્રાયવર શીટ નીચેથી એક ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જેની કિ.રૂ.૫,૦૦૦ ઝાયલો ગાડીની કિ.રૂ.૩૦૦૦૦૦ તથા ઝાયલો ગાડીમાથી મળી આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ ૩૬ જેમા ઇંગ્લીશ દારૂની બોટલો તથા ટીન બીષર મળી કુલ બોટલો નંગ ૧૨૨૪ નંગ કુલ કિ.રૂ.૨ ૪૪ ૮૦૦ મળી કુલ કિ.રૂ. ૮ ૪૯ ૮૦૦ નો પ્રોહી મુદ્દામાલ મુકી નાસી ગયેલ હતા.પોલિસ દ્વારા સ્વિફ્ટ ગાડીમા બેસેલ ઇસમ તથા ઝાયલો ગાડીના ચાલક તથા તપાસમા નિકળે તે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Share

Related posts

અમદાવાદ: જેતલપુર UGVCLની કચેરીના ગાર્ડને બાથરૂમમાં પૂરી તસ્કરોએ 1.14 લાખની ચોરી કરી

Admin

બિગ બ્રેકિંગ: ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નિર્ણય

Admin

વડોદરાની ડભોઈ બેઠક રાજસ્થાન જેવું થાય છે, આ રસપ્રદ રેકોર્ડ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જળવાઈ રહ્યો છે, જાણો શું છે રેકોર્ડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial