Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને ધાનપુર ખાતે ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજાઈ

દાહોદ : ધાનપુર ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજવામા આવી હતી.

આ દરમ્યાન તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.બી.પી. રમન દ્વારા ચાંદીપુરમ વાયરસ અંગે પી.પી.ટી. રજુ કરી વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ધાનપુરની દરેક શાળાઓ અને આંગણવાડી ખાતે બાળકોને આ વાયરસ વિશે ઊંડાણપૂર્વક માહિતી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે.

આ પ્રકારનો કોઈ પણ શંકા સ્પદ કેસ જણાય તો તાત્કાલિક પણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત નમોશ્રી યોજના વિષે પણ વિગતે જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠક નિમિતે ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ચૂંટણી નહી લડે – જાણો શું છે કારણ ?

gujaratjanekta

વાહન માલિકોએ વાહનોનું રજીસ્ટ્રેશન તા. ૨૬ માર્ચથી તા. ૨૮ માર્ચ સુધીમાં ઓનલાઇન કરવાનું રહેશે

gujaratjanekta

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની ઓળખની પ્રતિમા હટાવતા પૂર્વ કાઉન્સિલર દ્વારા વિરોધ કરાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial