સંકેત પંડ્યા – એડિટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી 6909 કરોડ નું લોકાર્પણ તેમજ અમદાવાદ મેટ્રો તેમજ અમદાવાદ માં નેશનલ ગેમ્સ ઉદ્ધાટન પછી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે જેમાં જાણવા મળતી માહિતી મુજબ સંભવત 9 ઓક્ટોમ્બર બહુચરાજીના દેલવાડા માં જાહેરસભા સંબોધશે.જેમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ 32 કમિટીઓ ની રચના કરાઈ છે વધુ માંનરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ 4 હેલિપેડ બનાવાશે જેમાં દેલવાડા સભા બાદ મોઢેરામાં પણ સોલાર વિલેજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.સોમનાથની જેમ મોઢેરામાં પણ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરશે તેમજમહેસાણાના દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટ, બહુચરાજી મંદિર 200 કરોડનો નવીન માસ્ટર પ્લાન સહિત વિવિધ લોકાર્પણ કરાશે .બહુચરાજીના દેલવાડાના સભા સ્થળે જમીન લેવલિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે .9મી એ દેલવાડામાં જનસભા અને મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરીના દર્શન કરશે બપોરે 4 વાગ્યે સભાથી લઈ સાંજે 7:30 સુધી એમ સાડા ત્રણ કલાકના કાર્યક્રમનું આયોજન થવાનું જાણવા મળ્યું છે

