માનગઢ ખાતે અલગ ભીલ પ્રદેશની માંગણી સાથે આદિવાસી સમાજનું સંમેલન યોજાયું
ગુરુ ગોવિંદ ની ભૂમિ માનગઢ ખાતે અલગ ભીલ પ્રદેશની માંગણી સાથે આદિવાસી સમાજનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં દેશના ચાર રાજ્યમાંથી 49 જિલ્લાનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માંગણીએ જોર પકડ્યું છેગુરુ ગોવિંદ ની ભૂમિ માનગઢ ખાતે બાસવાડા માનગઢધામ આયોજિત મહારેલીમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રાજસ્થાનના બાસવાડામાં માનગઢધામ ખાતે પહોંચ્યા હતા આ રેલીમાં ઘણા સંસદો અને ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો માનગઢધામ ખાતે આદિવાસીઓનું તીર્થ સ્થાન ગણાય છે રાજસ્થાન સરકારે ભીલપ્રદેશની માંગણીને પહેલેથી જ ફગાવી દીધી છે જો કે બાસવાડા થી ભારતીય આદિવાસી પાર્ટી બાપના સંસદ રાજકુમાર રાવતે કહ્યું કે ભીલ રાજ્યની માંગ નવી નથી બાપ આ માંગને જોરદાર રીતે ઉઠાવી રહ્યું છે મેઘા રેલી બાદ એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ પ્રસ્તા વ સાથે મળશે એવું જાણવા મળ્યું છે
આદિવાસી પરિવારના સ્થાપક ભવરલાલ પરમારે જણાવ્યું હતું કે માનગઢ આપણા પૂર્વજોએ 100 થી 250 વર્ષ પહેલા આંદોલન શરૂ કર્યું હતું. જ્યારે 1500 લોકો માર્યા ગયા હતા તેમનો શું વાક હતો હવે અમે ફરી આંદોલન શરૂ કર્યું છે કોઈ માતાનો દીકરો આપણને રોકી શકે નહીં ભીલ પ્રદેશની માંગ ચોક્કસ સમયમાં પૂરી થશે તેની એક પ્રક્રિયા છે આ આંદોલન આદિવાસી સમાજને જોડવાનું છે ભીલ પ્રદેશ એ આપણા પૂર્વજોની અધૂરી ઈચ્છા છે આદિવાસીઓ સાથેનું દૂરવ્યવહાર બંધ થવો જોઈએ કોઈ માઈક નો લાલ અમને રોકી શકે નહીં
અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો માનગઢધામ ખાતે આ બેઠકમાં આવી પહોંચ્યા હતા ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ હતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને એજન્સીએ વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું ચાર રાજ્યમાંથી આદિવાસી સમાજના લોકો સવારથી જ માનગઢ ખાતે પહોંચવા લાગ્યા હતા

