Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ અને મહીસાગર જિલ્લાના કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ફુડ બિઝનેશ ઓપરેટર્સનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ફુડ બિઝનેશ ઓપરેટરોને ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર બેઠકમાં તંત્રના અધિકારીઓ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, રુલ્સ અને રેગ્યુલેશન હેઠળ કેટરિંગના વ્યવસાય માટે જરુરી લાયસન્સ અને રજિસ્ટ્રેશન મેળવવા માટેની ઓનલાઈન પ્રક્રિયાની સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાદ્યચીજોની ગુણવત્તા જળવાઇ રહે તે માટે લાયસન્સની શરતોનું પાલન કરવા માટેની સુચનાઓ આપવામા આવી હતી. સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં ખાદ્ય-પદાર્થો તૈયાર થાય તથા તેમાં વપરાતો કાચો માલ શુધ્ધ, તાજો અને ઉચ્ચ ગુણવત્તાવાળો જ વપરાય તે માટે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. એફ.બી.ઓને તમામ રેકોર્ડ રાખવાનું તથા ખરીદવામાં આવતાં તમામ ખદ્યચીજો પાકા બિલથી જ ખરીદવા જણાવ્યું હતું.તેમજ આગામી સમયમાં ફુડ સુપરવાઇઝરોને ફુડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન (FoSTaC) અંતર્ગત તાલીમ આપવામાં આવશે તેમ શ્રી એસ.આર.ભગત, ડેઝીગ્નેટેડ ઓફિસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલએ જણાવ્યું છે.

Share

Related posts

ધાનપુર તાલુકાના ઘડા ગામે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ રામસાગર તળાવમાં ન્હાવા પડેલ બે વ્યક્તિ ડૂબી જતાં ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમા ફોર્મ ચકાસણીના અંતે 162 માંથી 129 ઉમેદવારોના ફોર્મ માન્ય કરાયા33 ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે અમાન્ય કરવામાં આવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial