Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉને અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી

પંકજ પંડિત- ઝાલોદ.

આજરોજ તારીખ 25-06-2024 મંગળવારના રોજ આસરે સવારે દસ વાગે ઝાલોદ ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ પૂંજાભાઇ ભોઇ દ્વારા નગરના અનાજ ગોડાઉન પર જઈ ત્યાં ઉપસ્થિત ગોડાઉન મેનેજર એસ.કે.ડામોરને સાથે રાખી ગોડાઉન પર ઉપસ્થિત સ્ટાફ તેમજ મજૂરવર્ગના કર્મચારીઓને અચાનક આગ લાગે તો ફાયરના બોટલની પીન કઈ રીતે ખોલવી અને જ્યાં આગ લાગી હોય ત્યાં તે આગને કેટલા અંતરથી કાબુમાં લેવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.
ચોમાસાનુ આગમન ધીરે ધીરે નગરમાં થઈ રહેલ છે તે અન્વયે દાહોદ કલેક્ટરની સૂચના મુજબ અચાનક પૂર, આગ, વાવાઝોડા જેવી આપત્તિ આવી જાય તો તેમા ગભરાયા વગર કઈ રીતે કામગીરી કરવી તે અંગે પણ વિસ્તારમાં માહિતી ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ દ્વારા આપવામાં આવી હતી..

Share

Related posts

દાહોદ શહેરમાં ચાઈનીઝ દોરીના બેખોફ ચાલતા વેપાર સામે પોલીસની લાલ આંખ.દાહોદ ઠક્કર ફળિયામાં આરતી પતંગ નામની દુકાનમાંથી રૂ.૬૮,૦૦૦/- ઉપરાંતની ચાઈનીઝ દોરીનો જથ્થો પકડ્યો…

Admin

લીમડી પોલીસે 1,00,800 ના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો : બે આરોપી વોન્ટેડ

gujaratjanekta

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિતિમાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial