Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર રોડ લેવલ કરતા ઉંચુ ગટરનુ ઢાંકણુ : અકસ્માત ઝોન બને તેવી તીવ્ર સંભાવના

પંકજ પંડિત- ઝાલોદ.

ઝલોદ.રોડ બનીને આસરે એક મહિનો થયો પણ અકસ્માતની રાહ દેખતાં જવાબદાર અધિકારીઓ

ઝાલોદ નગરમાં છેલ્લા કેટલાક સમયથી નવા રોડની કામગીરી ચાલી રહેલ છે અને જવાબદાર અધિકારીઓ ટેન્ડર પ્રમાણે રોડનું કામ સોંપી કુંભકર્ણની મુદ્રામાં સુઇ ગયેલ હોય તેવું લાગે છે. નગરમાં જ્યાં જ્યાં નવા રોડ રસ્તા બનાવવામાં આવેલ છે તેમાં લગભગ દરેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનુ ઢાકણુ રોડ લેવલ કરતા ઉચાનીચા બનેલ જોવા મળેલ છે આવા બેલેન્સ વગરના રોડને લઈ નગરમાં અનેક વાર અકસ્માત સાંભળવા મળે છે અને જોવા પણ મળે છે પરંતુ કુંભકર્ણની મુદ્રામાં આરામ કરતા જાડી ચામડીના જવાબદાર અધિકારીઓ આ અંગે બે બેપરવાહ હોય તેમ જોવાઈ રહેલ છે. અગાઉ પણ સમાચાર માધ્યમો દ્વારા આવા રસ્તા અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ આરામની મુદ્રામા રહેતા જવાબદાર અધિકારીઓ આ અંગે આંખ આડા કાન કરે છે તેવું સ્પષ્ટ જોવા મળી રહેલ છે.
હાલમાં એક મહિના પહેલા સ્વર્ણિમ સર્કલ થી ગીતામંદિર વિસ્તારમાં જવાબદાર તંત્ર દ્વારા નગરને સુંદર રોડ આપવામાં આવ્યું પણ સ્વર્ણિમ સર્કલની મધ્યમા ભૂગર્ભ ગટર લાઈનનુ મોટું ઢાંકણું જે રોડ લેવલ કરતા ઉંચુ છે જે આવતા જતા વાહન ચાલકો કે રાહગીરો દ્વારા મોટું અકસ્માત સર્જાય તેવું સ્પષ્ટ નિર્દેશ કરતું જોવા મળે છે. આ રોડને બનાવ્યાને આસરે એક મહિનો વીતી ગયો હોવા છતાંય જવાબદાર તંત્ર આ અંગે બિલકુલ લાપરવાહ હોય તેમ લાગી રહેલ છે અને કોઈ મોટું અકસ્માત થાય તેની રાહ જોઈ રહેલ હોય તેમ લાગી રહેલ છે. જવાબદાર અધિકારીઓ કોઈ પણ કામગીરી ટેન્ડર પર આપી મુખ પ્રેક્ષકની જેમ બેસી રહેતું હોય તેમ લાગે છે રોડ બની ગયા બાદ તુરંત એની સમીક્ષા કરી રોડ લેવલ કરાવવા માટે ધ્યાન આપતી હોય તેમ લાગતું નથી જો હજુ પણ તંત્ર નહીં જાગે તો આવનાર સમયમાં આ બેલેન્સ વગરના રોડ પર મોટો ભયાનક અકસ્માત સર્જાય તો નવાઈ નહીં.

Share

Related posts

માં અંબાના મંદિરે દર્શનાર્થીને મળશે નિ:શુલ્ક ઠંડુ અને શુદ્ધ પાણી

Admin

મહીસાગર જીલ્લામાં વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત ૭ જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સહિત સસ્પેન્ડ કરાતા ભારે ફફડાટ !!

gujaratjanekta

મને તમે નહીં સાહેબ બોલવાનું – પોલીસ સ્ટેશનમાં ખુરશીને લાત મારી ASI ને માર માર્યો !! -જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial