Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

રોટરી ક્લબ ડાયમંડ દાહોદના સહયોગથી MG મોટર પ્રા.લી.હાલોલ દ્વારા માત્ર મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે

કિશોરસિંહ સોલંકી

રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ એ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલી એક સામાજિક સેવા સંસ્થા છે. મહિલાઓને સમાજમાં મહત્વ મળે તે માટે ક્લબ થકી વિવિધ ઉત્કર્ષના કાર્યો કરવામાં આવે છે.

હાલોલ ખાતે આવેલી M.G મોટર્સ પ્રા.લી. કંપનીમાં માત્ર મહિલાઓને રોજગારી મળી રહે તે માટે તા. ૧૪/૫/૨૦૨૪ ,મંગળવાર સવારે ૯.૩૦ કલાક થી બપોરે ૧.૦૦ કલાક સુધી સન રાઈઝ સ્કૂલ, પેટ્રોલ પંપ સામે, દેલસર તળાવ પાસે, ગામ દેલસર, દાહોદ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલાઓ માટેના રોજગાર ભરતી મેળા અંગેની વિગતવાર માહિતી સ્થળ પર આપવામાં આવશે. ભરતી માટે લઘુતમ લાયકાત ધો.૧૨ પાસ, ઉંમર ૧૮ થી ૨૮ વર્ષ,વજન ઓછામાં ઓછું ૪૫ કિલો, ઊંચાઈ ૧૫૦ સેન્ટીમીટર, પગાર ટ્રેઈની અને અનુભવ ને આધારે અપાશે.તદુપરાંત અન્ય લાભો પણ મળશે. રોજગાર ઈચ્છુક મહિલાઓ તેમનું નોમિનેશન ક્લબ નાં સેક્રેટરી રતનસિંહ બામણિયા નાં મોં.નંબર ૯૭૩૭૩૪૭૭૨૯ પર અગાઉ થી કરાવી શકે છે.
રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ નાં પ્રમુખ હીરાલાલ સોલંકી એ
ભરતી પ્રક્રિયામાં વધુને વધુ મહિલાઓ ઉપસ્થિત રહીને રોજગાર મેળવે તે માટે અનુરોધ કરાયો છે.

Share

Related posts

આજરોજ વડોદરા ખાતે શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજી સેન્ટરનો ડભોઇ ધારાસભ્યશ્રી શૈલેષભાઇ સોટ્ટા, ગુજરાત બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષશ્રી શૈલેશભાઈ ઠાકર અને વડોદરાના પૂર્વ મેયરશ્રી ડૉ. ભરતભાઈ ડાંગરના હસ્તે ભવ્યાતી ભવ્ય શુભારંભ – જાણો વધુ

gujaratjanekta

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વિરપુરો વિભાગનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે બાળકો પ્રત્યે અવેરનેસ અને જાગૃતિ કેળવવા અંગે વાલી મીટીંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial