Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

મધ્ય ગુજરાત તેમજ ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

બ્રાહ્મણોના ઇસ્ટ દેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી શૈલેશકુમાર ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શન થી મધ્ય ગુજરાત ના તમામ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી. જેમાં કડાણા ખાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ કડાણા ચોખળુ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંતરામપુર – કડાણા ના સંયુક્ત ઉપક્રમે કડાણા, લુણાવાડા, હાલોલ, કાલોલ, વિરપુર અને ગોધરા ખાતે થી પરશુરામ યાત્રા આન – બાન – અને શાન સાથે નીકળી. જેમાં બગી – વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં જ્ઞાતિ જનો ઉપસ્થિત રહયા.

પરશુરામ જયંતિ નિમિત્તે આજે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ભગવાન પરશુરામની શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બ્રાહ્મણો દ્વારા ભગવાન શ્રી પરશુરામની પૂજાઅર્ચના કરી ગુજરાતના કલ્યાણ અને બ્રહ્મ સમાજ ભવિષ્યમાં નવી ઉંચાઇઓ સુધી પહોંચે તેવી મંગલકામના કરી હતી.

ભગવાનશ્રી પરશુરામની જન્મ જયંતી નિમિત્તે ગોધરાની લાલબાગ ટેકરી મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે દ્વારા ભગવાન પરશુરામનું તિલક-પુષ્પ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રાહ્મણો દ્વારા ‘જય જય પરશુરામ’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ વચ્ચે ગોધરાના બ્રાહ્મણોએ એક શોભાયાત્રાને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ પંચમહાલ બ્રાહ્મણ સમાજે શહેરના વિવિધ માર્ગો પર પદયાત્રા થકી ઉપસ્થિત નગરજનો વચ્ચે જઈ, હાથ મિલાવી અભિવાદન સ્વીકાર્યું હતું.

આ શોભાયાત્રાનું આયોજન કરનાર બ્રહ્મબંધુઓ દ્વારા પરશુરામ જયંતિ પર હાજર રહેનાર ગોધરાના બ્રાહ્મણ પરિવારોને શુભેચ્છા પાઠવી સાથે સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ શોભાયાત્રાના અંતે બ્રહ્મ ભોજન લઈ હાજર સૌ કોઇએ હર હર મહાદેવ… જય પરશુરામ ના નારા સાથે પુર્ણાહૂતિ કરી હતી.

Share

Related posts

ઝાલોદ નગરમાં રામ જન્મોત્સવના ઉત્સવની ચાલતી તડામાર તૈયારીઓ : આખું નગર ભગવા ધ્વજ થી લહેરાયુ

gujaratjanekta

કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો – જાણો વધુ

gujaratjanekta

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા અવગત કરતા નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial