Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલનુ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 55.76% અને સામાન્ય પ્રવાહનું 90.19% પરિણામ

પંકજ પંડિત- ઝાલોદ.

આજરોજ 09-05-2024 ગુરુવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવાના આવ્યું હતું. આ પરીક્ષામાં કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલ સંચાલિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમા કુલ 52 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે માથી 29 વિદ્યાર્થી પાસ થતા પરિણામ 55.76% આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે પઠાણ અલવિરા એસ. 700/632 90.28% ,બીજા નંબરે પટેલ મુલ્લશીરા.આર 700/626 89.42% તેમજ ત્રીજા નંબરે પંચાલ રિયા જીતેન્દ્ર 700/609 87.00% લાવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.સામાન્ય પ્રવાહમા કુલ 255 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી તેમાથી 230 વિદ્યાર્થીઓ પાસ થતા બી.એમ.હાઇસ્કુલનુ પરિણામ 90.19% આવેલ હતું. સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે પ્રજાપતિ વંશીકાબેન માંગીલાલ 650/469 72.15% ,બીજા નંબરે ડામોર નિરંજના ચુનીલાલ 650/452 69.53% તેમજ ત્રીજા નંબરે વસૈયા કરણસિંહ આનંદસિંહ 650/445 68.46% લાવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. દરેક વિધાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા બદલ આચાર્ય મિત્તુલ પટેલે સહુને અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

gujaratjanekta

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટે ઍવોર્ડ અપાશે – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે મચ્યું ધીંગાણું,બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ,ફતેપુરા પોલીસે કુલ છ ઈસમો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial