Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

મતદાન કરો, નિશાની બતાવો અને મેડિકલ સ્ટોર પરથી ૧૦ થી ૧૫ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવો

તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના સઘન પ્રયાસોમાં હવે વડોદરા શહેરના કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન, અપોલો ફાર્મસી, મેડકાર્ટ ફાર્મસી સહિત માંજલપુર, મકરપુરા, તરસાલી, માણેજા અને ગોરવા વિસ્તારના કેમિસ્ટ્સ જોડાયા છે. 

        મંગળવારે આ એસોસિએશનની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ એસોસિએશન દ્વારા મતદાન કરીને તેની નિશાની બતાવ્યા બાદ મેડિકલ સ્ટોર પરથી ૧૦ થી ૧૫ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસોસિએશન દ્વારા શહેરના મેડિકલ સ્ટોર પર ૧૫૦૦ જેટલા મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર તેમજ જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ માટેના બેનર લગાવવામાં આવનાર છે. મેડિકલ સ્ટોરના પ્રવેશદ્વારે મતદાન જાગૃતિના સ્ટીકર પણ મૂકવામાં આવ્યા છે.

Share

Related posts

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

gujaratjanekta

સુરત શહેરની SD જૈન સ્કૂલ વિવાદમાં આવી, સ્વિમીંગ પ્લાન્ટમાં વિદ્યાર્થી હોવા છતાં ક્લોરીન પ્લાન્ટ ચાલુ કરાયો

Admin

ઝાલોદ પોલિસે સિંઘમની જેમ 27,78,628 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો ટ્રક ચાલક દૂરથી પોલિસને જોઈ ટ્રક મુકીને નાસી છુટયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial