Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લોકસભાની ચુંટણીમાં મહીસાગરના વતની અને પંચમહાલ જીલ્લાના રહેવાસી શૈક્ષણિક ઉમેદવાર શૈલેષ ઠાકરે બહુજન સમાજ પાર્ટી માંથી ઉમેદવારી પત્ર ભરતા ત્રિ-પાંખીયા જંગની સંભાવના !! – જુઓ VIDEO

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

પંચમહાલ લોક્સભા બેઠક માટે ભાજપ, કોગ્રેસ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવ્યા બાદ આજરોજ પંચમહાલ લોકસભા  ચૂંટણી જંગ માટે ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવનારા શૈલેષ ઠાકરે આજરોજ ભાજપ સામે બગાવત કરી રણ મેદાન માં ઉતરી પોતે અપક્ષ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરીને પંચમહાલ લોકસભા બેઠક નો જંગ ત્રિ-પાંખીયો બનાવતા હવે રાજકીય મોરચે માહૌલ ગરમાયો છે.

  પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ગોધરા અને લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી અગાઉ ભારતીય જનતા પાર્ટી માંથી ટિકિટની માંગણી કરી હતી પરંતુ ભાજપા દ્વારા તેઓને ટિકિટ આપવામા આવી ન હતી. કહેવાય છે કે શૈલેષ ઠાકર પોતે મહીસાગર જીલ્લાના વતની અને હાલ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે વર્ષોથી કાર્યરત છે અને સમાજ સેવા કરી રહ્યા છે.

પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો સામે ચૂંટણી જંગમાં ઉતરેલા શૈલેષ ઠાકરે ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાજકીય પક્ષોએ મેરીટના આધારે ઉમેદવારો પસંદ કરવાના બદલે જાતિગત સમીકરણોના આધારે ઉમેદવારો પસંદ કરવાની રાજનીતિઓ સામે મેં એક શિક્ષિત ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હોવાનું જણાવ્યું હતું !!

પંચમહાલ લોકસભા બેઠક માટે અપક્ષ અને બસપા ના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરનારા શૈલેષ ઠાકરે શૈક્ષણિક લાયકાતને લઈને બંને રાજકીય પક્ષોના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતો પ્રત્યે લોકશાહી ની ચિંતા કરતા જણાવ્યું હતું કે ધોરણ ૧૨ પાસ તમોને ગ્રેજ્યુએટ જણાવે આ તે કેવી લોકશાહી કહેવાશે અને અગામી દિવસોમાં હું મારી શૈક્ષણિક લાયકાત અને ૪૦ વર્ષોના સહકારી ક્ષેત્રના અનુભવના અભિગમનો દરેક સમાજના બૌદ્રિક મતદારો સમક્ષ મુકીશ અને લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં પ્રજાજનો જ દર્પણ છે એવો રણ ટંકાર કર્યો હતો !!

Share

Related posts

ફતેપુરા ગ્રામ પંચાયતમાં મનોજ કલા ડે સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા

gujaratjanekta

અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી ભયંકર આગાહી : જાણો વધુ

gujaratjanekta

સક્ષમ અધિકારી તથા ખાતેદારોની પરવાનગી લીધા વિના કારઠ ગામે સંયુક્ત માલિકીની ૩૦ ગુંઠા જમીન વેચાણ રાખતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial