Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયોSVEEP અંતર્ગત દાહોદ ખાતે યુવા મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા

દાહોદ:- સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત દાહોદ શહેરમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસારવાના હેતુથી દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરકારી પોલિટેકનિક કોલેજ દાહોદ ખાતે ‘મતદાન જાગૃત્તિ’ કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓ, મતદાર જાગૃત્તિ કાર્યક્રમના એમ્બેસેડર બની સો ટકા મતદાન થાય તે માટે જાગૃત્તિ પ્રસરાવે તેમજ પોતાના પરિવાર તેમાંય ખાસ કરીને પરિવારની મહિલાઓ અવશ્ય મતદાન કરે તે વિદ્યાર્થીઓ સુનિશ્ચિત કરે. જે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ મતદાર તરીકે નોંધણી કરાવી નથી તેઓ ફોર્મ નં. ૦૬ ભરીને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા મતદારોએ મતદાન માટેના શપથ લીધા હતા.

Share

Related posts

ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમના ઉપયોગ માટે પરવાનગી લેવાની રહેશે

Admin

મુંબઈની રહેણાંક ઇમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ

gujaratjanekta

ગુજરાતમાં વધુ બે નગરપાલિકા બનશે મહાનગરપાલિકા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial