Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદ જિલ્લામા મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપ હેઠળ આંગણવાડીમાં મતદાર જાગૃતિના કાર્યક્રમ યોજાયો

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી દાહોદ જિલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધુ હોવાથી તેઓ મતદાન અંગે જાગ્રત થઈ પોતાનો અમુલ્ય મત આપી લોકશાહીના આ પર્વમા પોતાનો ફાળો આપે એ હેતુથી સ્વીપ અભિયાન હેઠળ દાહોદમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઇરાબેન ચૌહાણ દ્વારા દાહોદ તાલુકાના આંગણવાડી કેન્દ્ર ગારખાયા-૧ ખાતે મહિલાઓમાં ચુંટણી અંગેની જાગૃતિ આવે તેમજ મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તેમજ તેઓ ચુંટણી પ્રક્રિયા અંગે માહિતગાર થઇ મતદાન કરવા પ્રેરિત થાય એ હેતુથી વિસ્તાર પુર્વક સમજણ આપવામાં આવી હતી તેમજ અચુક મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામા આવી હતી.

Share

Related posts

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

gujaratjanekta

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે નવા તાલીમાર્થીઓનુ સ્વાગત કરી પ્રોત્સાહનરૂપી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial