Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક દ્વારા રક્તદાન કર્યું તેમજ મૃત્યુ બાદ શરીરને મેડિકલ ટીમને દાન આપવા સંકલ્પ લીધો

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક એવા મહેંદ્રકુમાર ભગવાનદાસ બંબાણી દ્વારા નગરના સામાજિક કાર્યકર્તા મનિષભાઈ પંચાલના કહેવાથી ગરાડુ-1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા સગર્ભા એવા શિલ્પાબેન મુકેશભાઇ મુનીયાને સિકલસેલ પોઝીટીવને 8% HB હોવાથી તાત્કાલિક A+ બ્લડની જરૂરિયાત સર્જાઈ હોવાથી રક્તદાન કરવામાં આવ્યું હતું. મહેંદ્ર બંબાણી દ્વારા અગાઉ પણ કેટલીય વાર રક્તદાન કરી રક્તદાન મહાદાનનુ સૂત્ર સાર્થક કરેલ છે.મહેંદ્ર બંબાણી શરીરે વિકલાંગ હોવા છતાં તેઓ સદા મક્કમતા તેમજ નીડરતા પૂર્વક રક્તદાન કરતા તેમજ અન્યોને રક્તદાન કરવાના ફાયદાથી વાકેફ કરતા હોય છે. મહેંદ્ર બંબાણી દ્વારા આજે એક મૃત્યુ બાદ અંગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. જેથી મૃત્યુ બાદ પણ તેઓના શરીરના અંગો કોઈને કામ લાગે. પોતાના શરીરનુ દાન કરી તેઓએ સમાજ તેમજ નગરમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેથી તેમને જોઈ નગરના અન્યો લોકો પણ પ્રેરિત થઈ શકે તેવો સુંદર આશય પૂરું પાડ્યું હતું.

Share

Related posts

ફેશન ટિપ્સઃ ક્યા રંગની લિપસ્ટિક તમારી સ્કિન ટોનને અનુકુળ રહેશે, તે જાણીને યોગ્ય શેડ પસંદ કરો

gujaratjanekta

ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે હર્ષોલ્લાસ રીતે ઉજવણી કરાઈ

gujaratjanekta

ઝાલોદ નગરમાં ગણપતિ આગમન તો વડબજારના મહારાજાનુ : ઢોલ નગારા ,આતસબાજી તેમજ ઝાંખીઓ સાથે આગમન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial