Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વિશ્વ ક્ષય દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ થકી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવટના માર્ગદર્શન અન્વયે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.૨૪ માર્ચના રોજ વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી લેપ્રસી અને એચ.આઇ.વી.ના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં ૭૫ યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.આમ, આ બ્લડ ડોનેશન કેમ્પમાં ટીબી, લેપ્રસી, એચ.આઇ.વી. પ્રોગ્રામના કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેટ કરીને માનવતાના કાર્ય થકી એકબીજાને મદદ કરવાની ભાવના કેળવી એક બનવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ કેમ્પ દરમ્યાન જીલ્લા ક્ષય અઘિકારીશ્રી ડૉ આર. ડી. પહાડીયા દ્વારા સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

Share

Related posts

મહિસાગર લુણાવાડા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઈ, કોંંગ્રેસ પર કર્યા પ્રહાર

Admin

ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

gujaratjanekta

રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન ચોરીનાં ઈમારતી પંચરાઉ લાકડા ભરેલ ટ્રક શહેરા RFO આર.વી.પટેલ સહિત ટીમે ઝડપી પાડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial